JANAKI NAYI

Children Drama

3  

JANAKI NAYI

Children Drama

લાલચ પાપનું મૂળ

લાલચ પાપનું મૂળ

2 mins
11.1K


એક ગામ હતું. તે ગામમાં બે ભાઈઓ રહેતા હતા. એકનું નામ છગન હતું અને બીજાનું નામ મગન હતું. બંને ભાઈઓમાંથી મોટાભાઈ છગનને ભણવામાં ખુબ રસ હતો. જ્યારે નાનાભાઈ મગનને ભણવામાં બિલકુલ રસ ન હતો. જયારે છગન રાત રાત જાગીને ભણતો ત્યારે મગન આખો દિવસ ગામમાં રખડતો. અને રાતે થાકીને સુઈ જતો. છગન મગનને ઘણું સમજાવતો ભણવા માટે. પણ મગન મોટાભાઈની કોઈ વાત માનતો નહિ. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યો.. મગન એ ધોરણ દસની અને છગને ધોરણ બારની પરીક્ષા આપી.

એક મહિના પછી પરીક્ષાનું પરિણામ આવ્યું. છગને તો ખુબ મહેનત કરી હતી. એટલે તે બારમાં ધોરણમાં ખુબ સારા માર્ક્સ સાથે પાસ થયો. મગને રખડવામાં સમય બગાડ્યો હતો. એટલે તે દસમા ધોરણમાં નાપાસ થયો. બારમાં ધોરણમાં સારા માર્ક્સ આવ્યા હોવાથી છગન આગળ અભ્યાસ માટે ગાંધીનગર ગયો. જ્યારે મગન ધોરણ દસમા નાપાસ થતા ગામડે જ રહ્યો. તેણે ભણવાનું છોડી દીધું અને ખેતી કરવા લાગ્યો.

એમ કરતાં ૮-૧૦ વરસ પસાર થઈ ગયા. ગાંધીનગર ગયેલો છગન ખુબ જ ભણ્યો. અને ભણી-ગણીને મોટો અધિકારી બન્યો. જયારે મગન ગામમાં જ રહ્યો અને ખેતીનું કામ કરી માંડ ઘરનું ગુજરાન ચલાવતો હતો. મોટો અધિકારી બની ગયા પછી એકવાર છગન ગામમાં પાછો આવ્યો. તેને જોઈને ગામના લોકોને ખુબ જ નવાઈ લાગી. કેમકે આજ સુધી એમના ગામમાં કોઈ છગન જેટલું ભણ્યું ન હતું. બધા ગામવાળા એ ભેગા થઈ છગનનું ભવ્ય સ્વાગત કર્યું. આજે છગન પાસે પોતાની કાર નોકર ચાકર, ડ્રાઈવર, ધન સંપતિ બધું જ હતું.

મોટાભાઈની સમૃધ્ધી જોઈને નાના ભાઈ મગનને છગનની ઈર્ષા આવી. તેના મનમાં એક ખરાબ વિચાર આવ્યો. તેને ઘરમાં મગનને કબાટમાં ઘણા બધા પૈસા મુકતાં જોયો હતો. તેને મનમાં પોતાના ભૈને મારીને બધું જ ધન લઈ લેવાની યોજના બનાવી. રાત્રે જયારે બધા સુઈ ગયા. ત્યારે મગન છગનના ખાટલા પાસે અવ્યો. અને ઓશિકાથી મોટાભાઈ છગનનું મોઢું દબાવી તેની હત્યા કરી નાંખી. પછી તિજોરીમાંથી છગનનું બધું જ ધન લઈને ભાંગી ગયો.

સવાર થતા ગામલોકોને ખબર પડી કે છગનની હત્યા થઈ ગઈ છે. અને ઘરમાં ચોરી પણ થઈ છે. ગામ લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે આવીને તપાસ કરી. ગામમાં બધા હાજર હતા, પણ મગન ગાયબ હતો એટલે પોલીસને મગન પર શક પડ્યો. તેમણે ડોગસ્ક્વોર્ડની મદદથી મગનનું પગેરું લીધું. કુતરાઓની સાથે જતાં ગામની ભાગોળમાં એક ખેતરમાંથી મગન પકડાઈ ગયો. તેની પાસે છગનનું બધું ધન પણ મળી આવ્યું.

પોલીસે તેને ગિરફ્તાર કર્યો અને જેલમાં પૂર્યો. પોતાના જ મોટાભાઈની હત્યા કરવાના અપરાધમાં તેને આજીવન જેલમાં રહેવાની સજા ફરમાવવામાં આવી.


Rate this content
Log in

Similar gujarati story from Children