STORYMIRROR

Ranjitbhai Boricha

Inspirational Children

3  

Ranjitbhai Boricha

Inspirational Children

કૃત્રિમ વૃદ્ધિ

કૃત્રિમ વૃદ્ધિ

2 mins
133

બાગમાં ખીલતું ફૂલ છે બાળક, કલ્પના અકળ જેની એ બાળક, આંકી શકીએ નાપ રિમાણ એનું, રુંધીએ નહિ અજાણતા બાળપણ.

"બાળપણ" એટલે જીવનની શરૂઆતની એક એવી અવિસ્મરણીય સફર કે જેની યાદો અંતિમ પડાવ સુધી આપણાં અંતઃકરણમાં સુવર્ણ અક્ષરે કોતરાયેલી રહે છે. જીવનની ચાલુ સફરે પણ કોઈ બાળકને જોઈને ઘડીભર પણ આપણે પોતાના બાળપણમાં સરકી જતા હોઈએ છીએ.

બાળપણ એ નિર્દોષ,નિખાલસ અને નિજાનંદના સહજ સથવારે પસાર થતો સમય છે. રાગ-દ્વેષ અને છળ-કપટ જેવા દુન્યવી આડંબરોથી પર રહીને દૈવી પ્રકૃતિનું સાનિધ્ય હોય છે. આ સમયગાળો એટલે એકદમ અજાણતા જીવનના તમામ પાઠ શીખવાની પ્રક્રિયા.અને હર પળ નવું શીખવાની કુદરતી ઉત્કંઠા ધરાવતો સમય.

પણ,... શું આ બધું વર્તમાન સમયના બાળપણમાં ક્યાંય દેખાય રહ્યું છે ? પોતાના બાળકને ચપટી વગાડતા જ દુનિયાની તમામ જાણકારી અને સફળતા આપી દેવની ઘેલછામાં આધુનિક અભિભાવક એટલા તો ઓતપ્રોત અને મશગૂલ છે કે તેઓને પોતાનું બાળપણ કેમ વિત્યું અને પોતાના બાળક પર શું વીતી રહી છે એનું પણ ભાન નથી રહ્યું.

પોતાનું બાળક જાણે બાળક માટીને એક રોબોટ હોય એમ દરરોજ એને અપડેટ કરવાની એટલી તો તાલાવેલી હોય કે એનું બાળપણ જાણે હેંગ જ થઈ ગયું હોય છે. સવારે લથ બતાવીને જગડેલું બાળક આખો દિવસના શેડ્યુલમાં એટલું તો ઘેરાયેલું રહે છે કે અને પોતાના અસ્તિત્વનું પણ ભાન નથી રહેતું. પોતે શું છે, એને શું કરવાનું છે, એ જે કાઈંકરે છે એનો હેતુ શું છે વિગેરે બધું જ અજાણ અને હેતુ વિહીન હોય છે.

અને બાળકની કપરી અવદશા તો ત્યારે થાય કે જ્યારે માંડમાંડ વ્યવસ્થિત પોતાની માતૃભાષા બોલી શકતા માવતર પોતાના બાળકને ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ભણવા મૂકે છે. ખરેખર અરેરાટી વ્યાપી જાય કે એની શું દશા થતી હશે !

બિચારાની "દશા નહીં ઘરનો કે નહીં ઘાટનો" એ કહેવત સાર્થક કરનાર થઈ જાય. જાણે કોઈ જૈવિક પ્રક્રિયામાં ઝડપી પરિણામ મેળવવા સ્ટિરોઇડનો પ્રયોગ કરવામાં આવે છે. તેમ જ આ બાળકોને ટોર્ચરિંગ કરી કરીને કૃત્રિમ વૃદ્ધિ કરવામાં આવે છે.આ સિલસિલો અને અધોગતિ કેમ,ક્યારે અને ક્યાં અટકશે એ તો હવે ભગવાન જ જાણે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational