કર્મનું ફળ
કર્મનું ફળ


રતનપુરા નામનું એક નાનકડું સુંદર ગામ હતું. તે ગામમાં ઘણા બધા લોકો રહેતા હતા. આ ગામના લોકોનું મુખ્ય કામ ખેતી કરવાનું હતું. આ જ ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેનું નામ રવજીભાઈ હતું. રવજીભાઈ ખુબ મહેનતુ અને પ્રમાણિક હતા. તે પોતાનું દરેક કામ ખુબ જ મહેનત અને લગનથી કરતાં હતા. તે જે કામ હાથમાં લેતા તેમાં જીવ રેડી દેતા. તેઓ કામના પરિણામની કે ફળની ચિંતા કરતાં નહિ, બસ કામ જ કરતાં.
આ રાવજીભાઈને કેટલાક મિત્રો હતા. રાત પડે એટલે વાળુંપાણી પતાવીને રવજીભાઈ અને તેમના મિત્રો ગામને ગોદરે બેસીને વાતો કરતાં. રવજીભાઇને મિત્રો કહેતા, ‘રવજીભાઈ તમે તો ખુબ જ મહેનત કરો છો, પણ નસીબમાં જે હોય તે જ મળે.’ આ સાંભળી રવજીભાઇ કહેતા કે નસીબને આધારે
બેસી ના રહેવાય. મહેનત તો કરવી જ પડે. મહેનતથી જ નસીબ ઉઘડે છે.’ આમ રોજ વાતો થતી.
આમ કરતાં કરતાં એક વખત ચોમાંસામાં વરસાદ થયો નહિ. આ જોઈને ગામના એક પંડિતે આગાહી કરી કે આ વરસે વરસાદ નહિ જ પડે. એટલે બીજા ખેડૂતો એ ખેતર ખેડવાની મહેનત નહિ કરવાનું નક્કી કર્યું. પણ રવજીભાઈ તો બેસી શાના રહે. તેમણે તો નક્કી કર્યું કે વરસાદ થાય કે ના થાય, એતો કામ છે. આપનું કામ તો ખેતર ખેડવાનું છે. અને તેમણે ખેતર ખેડી નાખ્યું. થોડા દિવસ પછી વરસાદ થયો. જે લોકોએ ખેતર ખેડ્યું ન હતું, તે લોકોને કોઈ પાક થયો નહિ. અને રાવજીભાઈને મબલખ પાક થયો.
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, કે માણસે ફળની આશા રાખ્યા વગર નિ:સ્વાર્થ ભાવથી કર્મ કરવું જોઈએ.