Rupali Shah

Inspirational Others

3  

Rupali Shah

Inspirational Others

કિંમતી ભેટ

કિંમતી ભેટ

5 mins
7.1K


અનર્થ કેવું નામ ? એક નાનું બાળક એમ વિચારે ચડી જાય છે. કોણે આપ્યું હશે આવું નામ ? આ બાળક.અનાથ આશ્રમમાં રહેતું, પણ તેના વિચાર જોજન દૂર સુધી જતા. દત્તક લેવા આવનાર માબાપને વ્હાલથી જોતોને જરાક આશા બંધાતીને તરસી નજરે એમને જોઈ રહેતો.પણ આવેલા વ્યક્તિ ઓ તેને લીધા વગર જ પાછા ફરી જતા. ખૂણામાં બેસી તે ડૂસકાં ભરી લેતોને પ્રભુને રોજ ફરિયાદ કરતો ક્યારે મને મળશે આ પ્રેમ ?

મારુ પોતાનું કયારે આંગણું હશે ? કયારે વ્હાલથી મા મને જમાડશે ?કયારે પિતાનો પડછાયો મળશે ? આ વિચાર સતત એને કોરી ખાતો હતો, તેના માસુમ ચહેરા પર ઉદાસી છવાઈ જતી હતી. અનર્થનો ચહેરો જોતાંવેંત ગમી જાય એવો હતો. છતાં તેના નામને લીધે લોકો તેને પસંદ નહીં કરતા. "અનર્થ " નામ ? એ સાંભળતા જ લોકો મોઢું બગાડી દેતા. જો આપણે એને દત્તક લઈએ તો એના નામનો પ્રભાવ જીંદગી તો નહીં બગાડે આપણી ?

તે ભણવામાં ખુબ જ હોશિયાર હતો. તેમાં એણે પોતાનું મન પરોવી લીધું .પણ તોયે મનની ઉદાસી રોજ એને ધેરી વળતી હતી. આંખના આસું રોજ પાંપણ પર આવી અટકી જતા. ધીમે ધીમે બાળપણ ગયું. પણ એક વાત મનમાં ઘર કરી ગઈ,કે કોઈ દિવસ મને કોઈ જ પ્રેમ નહીં કરે. હું બધાનું અનર્થ જ કરી શકું એમ છું. કોઈને સુખી નહીં કરી શકું. એ વાત તેના મનમાં ઘર કરી ગઈ ને તે હમેશા ઉદાસ રહેતો.

જુવાનીમાં પગ મુક્યો ને એણે કમાવવાનું ચાલુ કર્યું, તે કાંઈ ખાસ નહોતો કમાતો પણ પોતાનું પૃરું કરી લેતો હતો.

સાથે સાથે કોલેજ પણ જવા લાગ્યો. દરેક વિષયમાં  આગળ હતો ને સઁગીત ને ગઝલ તેનો ગમતો વિષય. કયારેક એકલો પડે તો કંઈક ને કંઈક લખતો રહેતો હતો. ને કયારેક ગીત પણ ગાઈ લેતો એના અવાજમાં જાણે સરસ્વતીનો વાસ હતો. કોલેજમાં તે ધીમે ધીમે પ્રખ્યાત થઈ ગયો. એકવાર એની મુલાકાત ખુશી સાથે થઈ. બંને મિત્રો બની ગયા.

અચાનક જ ખુશીએ એકદમ અનર્થને બુમ પાડી, " ક્યાં જાય છે તું ?"  

અનર્થ બોલ્યો હસતાં હસતાં, "બસ તને મળવા જ આવતો હતો. ખુશી શરમાઈ ગઈને નીચું જોવા લાગી. આ શરમ અનર્થને પણ ગમી ગઈ. ધીમે ધીમે બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્ય, પણ પ્રશ્ન ઘરવાળાનો હતો અનર્થ એ જ વિચારતો કે ખુશીના માબાપ એનો સ્વીકાર કરશે ?

આજના યુગના હતા ખુશીના માતા પિતા. ને એમના ભાઈએ પણ ખુશીને મઁજુરી આપી દીધી. બંનેના લગ્ન ખુબ જ સાદાઈથી કરવામાં આવ્યા.

પહેલી રાતે ખુશી એ દુલ્હનનો શણગાર કર્યો હતો. જાણે લાગે ચાંદ ધરતી પર આવ્યો હોય. તેનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. અનર્થ આવ્યો રૂમમાં ને ખુશીના કપાળ પર એક ચુંબન ભર્યું વ્હાલ કર્યું. ખુશીનો હાથ હાથમાં લીધો અને પૂછ્યું, "મને એક પ્રોમિસ આપશે તું ?" 

ખુશીએ જવાબમાં સ્મિત કર્યું ને કીધું "બધું તમને જ અર્પણ છે. બોલો શું જોઈએ તમને ? " અનર્થે કીધું, "વિચારી લેજે હું કાંઈ પણ માંગી શકું એમ છું." અનર્થ બોલ્યો એટલે તરત જ ખુશીએ બસ હથેળી હાથમાં લીધીને સ્પર્શ આપ્યો વિશ્વાસનો. ને એની આંખમાં જોયું, ને સ્મિત આપીને સંમતી આપી દીધી.

બસ તરત જ અનર્થ એકી શ્વાસે બોલી ગયો કે ખુશી કદી આપણે પોતાના સંતાન નહીં કરીશું.તો તરત જ એક જ ઝાટકે ખુશીનો હાથ છૂટી ગયો હાથમાંથી... ને અનર્થ તે બે ઘડી જોયા કર્યું ને ચહેરાના હાવભાવ જોવા મથી રહી હતી. પછી એટલું જ કીધું જેવી તમારી ઈચ્છા...ખુશીના આ શબ્દોથી અનર્થના આંખમાં આસું આવી ગયા કશું જ નહીં પૂછ્યું તે ? કોઈ જ સવાલ નહીં ? તે વિચારવા લાગ્યો કોઈ આટલું સારું હોય શકે ? બસ એણે લીધું કે આ સુહાગરાતની ભેટ મારી બાકી રહી તને. એ સમય આવે તને આપી દેવા.

અનર્થને આજે લાગ્યું કે સાચા જ અર્થમાં મારી સુહાગરાત છે. તું મને સમર્પિત થઈ ગઈ કોઈ પણ સવાલ વગર... બસ પછી બન્ને એકબીજાને ગાઢ આલિગંન આપીને સુઈ ગયા. એક સઁતોષ સાથે કે તેવો એકબીજા વગર અધુરા છે.

જીવનનાં પાંચ વર્ષ વીતી ગયા. ખુશી આખરે એક સ્ત્રી હતી. તેનું મન બીજા બાળકને જોઈ તડપતું હતું. તેનું હ્દય માતૃત્વ માટે ઝંખી રહ્યું હતું. પણ એક ઉફ કરતી નહીં હતી. પણ એક વેદનાની લકીર કયારેક અનર્થ જોઈ લેતો હતો. અનર્થ હવે સારું કમાવવા લાગ્યો હતો હવે તેને લાગ્યું કે જે કારણે તેણે બાળક નહીં કરવાનો નિણર્ય કર્યો હતો કે બાળક પોતાનું નહીં પણ કોઈ અનાથ બાળકને જ દત્તક લઈને કોઈ બાળકને ખુશી આપશે. જેનો વસવસો એને જીંદગીભર રહ્યો હતો કે તે માતા પિતાનો પ્રેમ મેળવી શક્યો નહીં હતો. હવે અનર્થ એ આવક સારી થઈ હતી એટલે વિચારી લીધું કે બાળક દત્તક લઈને ખુશીને મા બનવાનું સુખ આપીશ..

એક દિવસ ખુશીના ભાઈ ભાભીનું કાર અકસ્માત મોત થયું.ખુશીના ઘરમાં માતમ છવાઈ ગયો હતો. તેના બે બાળકો એકલાં પડી ગયા હતા. ખુશીના માતા પિતા વૃદ્ધ થઈ ગયા હતા. એ લોકો ખાસ દેખરેખ રાખી શકે એમ નહીં હતા. અનર્થ ખુશીને લઈ ને સાસરે ગયો. બોલ્યો "બાપુજી કંઈક કહેવું છે મારે તમને. મને તમારી પાસેથી એક પરવાનગી જોઈએ છે આપશો ? બાપુજી એ કીધું "તમે મારા દીકરા છો શું જોઈએ બોલો ?"

ખુશીને થયું અનર્થ શેની વાત કરશે ? ઘરમાં આવા વાતાવરણમાં ! તેના આંખમાં સવાલ હતો સાથે અનર્થ પર અતૂટ વિશ્વાસ પણ.

અનર્થ બોલ્યો બાપુજી મોટા ભાઈના બન્ને સંતાનોને હું દત્તક લેવા માંગુ છું. વાક્ય પૂરું થયું કે તરત જ બાપુજીના આંખમાંથી આસું વહેવા લાગ્યા. ને તરત જ ઉઠીને અનર્થને ભેટી પડ્યાને બોલ્યા આજે તમે જમાઈ નહીં પણ સાચા અર્થમાં દિકરા સાબિત થયા છો.

ખુશી પણ રડી પડી. પણ એ આસું હર્ષના હતા. તેને ખ્યાલ જ નહીં હતો કે અનર્થ આટલો મોટો નિર્ણય લેશે. અનર્થ આજે એને ખુલાસો કર્યો કે મારો જે નિર્ણય હતો કે આપણું સંતાન નહીં કરીશું, તો એ જ કારણ હતું કે હું અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લેવા માંગતો હતો. તો એક બાળકને એક નવી જીંદગી મળી શકે. ને આપણને માં બાપ મળ્યાની ખુશી. મેં જે વેઠ્યું છે તો હું કોઈકને તો સુખ આપી શકું માબાપનું.

આજે જયારે મને લાગ્યું કે ખુશીએ કંઈક પણ પૂછ્યા વગર મને સાથ આપ્યો છે. મારી વાતને સંમતિ આપીને મને માન આપ્યું છે ને આપેલું વચન નિભાવ્યું છે. તો એ સાત પગલાંના વચન નિભાવવાવાનો મારો વારો છે. એના સુખ-દુઃખમાં એની સાથે રહીશ.

ખુશીને કીધું કે બહુ દિવસથી તારા ચહેરા પર બેચેની દેખાતી હતી. ને બાળકોને લીધે તું ચિંતિત હતી. અનર્થ કહે આમ પણ બાળકો વગર તારી ગોદ સુની હતી ને તડપી રહી હતી. તો વિચાર્યું કે શા માટે આજ બાળકો નહીં લેવા ? તેવો પણ તો મા બાપ વગર તરસી રહ્યા છે.

બાપુજી હવે રજા આપો અમને કે અમે બાળકોને મા બાપનો પ્રેમ આપી શકીએ.અને હું ઘરે લઈ જઈ શકું એને..

ખુશી આ સાંભળતા જ અનર્થ ને ભેટી પડી ને બોલી . "અનર્થ, થેંક યુ સો મચ મને આ ખુશી આપવા માટે."

અનર્થ એટલું બોલ્યો, "મારી વ્હાલી ખુશી ને એની ખુશી આપવી જ રહી."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational