ખિસ્સા મા ચાંદ !
ખિસ્સા મા ચાંદ !
અમાસ રાત હતી, ચારેકોર અંધકાર છવાયેલો હતો, અમુક અંતરે સ્ટ્રીટ લાઇટ નો આછો અજવાસ પથરાયેલો હતો. ઘટાદાર વૃક્ષની વચ્ચે અજવાસ ક્યારેક આમથી તેમ ફર્યા કરતો. એક આશાનું કિરણ આ અંધકારને દૂર કરવા પહોંચી ગયું, આશરે પચીસ વર્ષ નો યુવાન જીવનમાં ચાલતી અમાસ સાથે, ચાલીને જતો હતો. જીવનમાં ચાલતી અમાસ એટલે ડિગ્રી હોવા છતાં બેરોજગાર, અને આજના યુગમાં બેરોજગાર માણસ એકલો અટુલો જ હોય છે કોઇ સમીપ નથી આવતું, એવામાં ત્યાંથી એક કાર પસાર થઈ અને આ માણસને રસ્તા વિશે માહિતી પૂછી, બે વાત થઈ, આભાર માની કારના માલીકે આ માણસને એમના કામ ધંધા વિશે પૂછયુ એટલે પેલા યવાને કહયુ બેરોજગાર છું, ડીગ્રી છે, પણ કબાટના ખાનામાં એકલી બેઠી છે, ત્યારે પેલા કારના માલિકે એક કાર્ડ ખિસ્સામાંથી કાઢીને યુવાનના હાથમાં મૂક્યું અને કહ્યું અમાસ પછી હમેશાં સૂર્યોદય શાનદાર લાગે છે, સવારે દશ વાગ્યે આ સરનામે આવી જજે. ડિગ્રી ને આશાનું વરખ ચડાવી લેજે. એણે આપેલું કાર્ડ ખિસ્સામાં મુકયુ અને મન જાણે !
અમાસ રાતે ;
ગભરાતો હિમાંશુ ;
ખિસ્સે સંતાણો ;✍️ મીઠું
યુવાન ની આંખોમાં ચમક આવી, અધર પર મુસ્કાન રેલાણી અને ખિસ્સામા સમાયેલા ચાંદ ને વારેવારે સ્પર્શ કરી ઘર તરફ ચાલતો થયો ,અને સૂર્યોદયની રાહ જોતા નિદ્રાધીન થઈ ગયો, ખુશનુમા સવારને વધાવીને પેલા કાર માલિકના આપેલા સરનામે પહોચી ગયો, ડિગ્રીએ ચડેલુ વરખ ખીલી ઉઠયુ અને નોકરી મળી ગઇ. અમાસ રાતે ખિસ્સામા ચંદ્ર સંતાણો ને પુનમની રાહ હવે મલકાતા મુખે જોવાઇ રહી છે !
મીઠું@ ✍️ @ Mhmankad
