ખેડૂત અને તેની પત્ની
ખેડૂત અને તેની પત્ની
એક ગામમાં ખેડૂત રહેતો હતો તેનું નામ દેવજી હતું. તેને બે છોકરા અને એક છોકરી હતી. તેના છોકરાનું નામ દેવ હતું. ને છોકરી નું નામ શામળા હતું. એને એક પત્ની હતી. ખેડૂત સવારે વહેલો ઉઠી ખેતર જતો હતો. તે ખેતર નેહવાનું , દવા નાખવી વગેરે. કામો કરતો હતો. તેની પત્ની ઘરે રહેતી હતી. તેના બેય છોકરા ગામની નિશાળ મા ભણવા જતા હતાં. અને તેની પત્ની બપોરે જમવાનું આપી આવતી હતી. તે ખેડૂત જમી લેતો એટલે પછી આવતી. એમ સાંજ પડતા ખેડૂત પાછો ઘેર આવતો. અને સવાર થાય એટલે ખેતરે નીકળી પડતો.
તેમ તેની પત્ની દરરોજ ખેતરે ચાલી ને જમવાનું આપી આવતા એક વિચાર આવ્યો કે હું રોજ ચાલીને કહેતા જવું એનાં કરતા એક સાઈકલખરીદી લઉં તો મારે ખેતરે ચાલીને ન જવું પડે.તે પછી તે બજારમાં સાઈકલ ખરીદવા નીકળી તે દુકાને ગઈ.
ત્યાં તેને નાની મોટી ઘણી બધી કલરે કલર નિ સિકલ જોઈ ત્યાં તેમને એકેય પસંદ ન પડી. તે બીજી દુકાન તરફ ચાલવા માંડી ત્યાં એક પછી દુકાન આવી.
ત્યાં દુકાન મા અંદર ગઈ ત્યાં તેને ઘણી બધી સાઇકલ જોઈ. ત્યાં તેમને એક લાલ કલરની સાઈકલ ઉંચી અને લાંબી સાઈકલ પસંદ આવી. તે તેની પાસે ગઈ અને એણે સાઈકલ ની બ્રેક, ટાયર અને ટન્કોરી જોઈ.
તેણે અંગુઠો કર્યો તો એક અવાજ આવ્યો. તે સાંભળીને તે ખુશ થઇ ગઈ. એણે તો સાઈકલ નો ભાવ દુકાનદારને પૂછ્યો. દુકાનદારે કીધું કે હજાર રૂપિયા છે.
તેણે સાઈકલ ને હજાર રૂપિયામાં ખરીદી લીધી. પછી તે સાઈકલ લઈને તે ઘરે આવી તેણે સાઈકલ ને કપડું ઓઢાડી તેને ઘરમાં મૂકી દીધી. જયારે પતિ ખેતરે થી આવશે ત્યારે હું તેને નવી સાઈકલ બતાવીશ અને તે ખુશ થઇ જશે.
સાંજે ખેડૂત ઘરે આવ્યો અને તેના છોકરા પણ નિશાળેથી ઘરે આવી ગયા હતાં, તેમને હાથ પગ ધોઈ ને તેમનું લેસન કરાવી લીધું. પછી જે રસોઈ બનાવી હતી તે જમવા બેસી ગયા. ત્યારે એમની પત્ની ને વિચાર આવ્યો કે ક્યારે આ નવી સાઈકલ બતાવું, સૌ કેટલા ખુશ થઇ જશે.
જમી લીધા પછી તેણે કહ્યું કે હું બજારમાંથી એક વસ્તુ લાવી છું. તે ખેડૂત કે શું લાવી છું. તું જલ્દી બતાવ. મને જોવાનું ખુબ ઉત્સાહ છે. તે ઘરમાં જઈને સાઈકલ બહાર લઈ આવી. તાન્કોરી વગાડતા લાલ કલરની સાઈકલ બહાર લઈને આવી . અને ખેડૂત અને તેના બે છોકરા ખુબ જ ખુશ થઇ ગયા.
અને તેણે સાંજે તેના ફળિયામા સાઈકલ ચાલાવી. પછી ખેડૂતની પાછળ બે છોકરાને ચલાવી. પછી ખેડૂતની પાછળ બેય છોકરા બેસી ગયા.
પછી તેને સાઈકલ ચલાવવાનું શરુ કર્યું. આ દ્રશ્ય જોઇને તેની પત્ની ખુબ ખુશ થઇ ગઈ. અને સવારે ખેડૂત પાછો ખેતર ગયા ત્યારે તેની પત્ની જયરે બપોરે તે ને ભાથું લઈને લઇ ગયી ત્યારે તેની પત્ની એ પાછળ દોરીથી બાંધી લીધું. અને તે સીટ પર બેસીને સાઈકલ ચલાવવા માંડી. અને કોઈ માણસ નીકળે તો તે ટન્કોરી વગાડતી તે ખેતર પહોંચી ગઈ તે ખેડૂત ને ખબર પડી ગઈ કે મારી પત્ની ભાત લઈને આવી ગઈ.
તે પછી વાડીમાં ખાઈ પીને મોજ કરીને પાછા ઘરે આવીને સુઈ જતા તેમણે સાઈકલ ખરીદી પછી તે બહુ ખુશ થઇ ગયા.