જ્ઞાનપંખ
જ્ઞાનપંખ
જ્ઞાન પંખ લૈ ઉડવું આકાશ,
ચારે કોર ફેલાવવા ઉજાસ.
સઘળી મુસીબતો થાશે દુર,
ઝળહળી ઉઠશે જીવને પ્રકાશ.
સુખનો સૂરજ ચમકી ઊઠશે,
જીવનમાં હશે આનંદ-ઉલ્લાસ.
આખોયે બાગ મહેંકી ઉઠશે,
પુરી થઈ જાશે સઘળી આશ.
સફળતા આવી કદમ ચૂમશે,
ચારેય દિશાએ ફેલાશે સુવાસ.
