Dixit J...

Inspirational Others

5.0  

Dixit J...

Inspirational Others

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

3 mins
736


જો આપણી સ્ત્રી તરફની દ્રષ્ટિ બદલાય તો સ્ત્રી આપોઆપ જ સુરક્ષિત થઈ જાય. પુરુષોમાં માનસિકતાજ બદલવાની જરૂર છે.

"જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ"


ગયા લેખમાં મેં વાત કરી કે કન્યાઓ દિકરીને સુરક્ષિત કરવા માટે થઈને તેને નાનપણથી એટલે કે મૂળમાંથી જ સ્વબચાવના પાઠ ભણાવા જોઈએ. જેનાથી કોઈ પણ હવસખોર એના ઉપર હાથ ન નાખી શકે. પણ આજે આપણે બીજી દ્રષ્ટિ તરફથી આ જોવું છે. શા માટે સ્ત્રીઓ એજ પોતાની સુરક્ષા માટે થઈને સક્ષમ થવું જોઈએ ? જે હવસની દ્રષ્ટિ ધરાવે એ કેમ પોતાની માનસિકતામાં બદલાવ નથી લાવી શકતો ? આજે એ જ પુરુષને ટકોર લાગે એવી વાત કરવી છે. આપણા દેશની સંસ્કૃતિ એ છે જ્યાં સ્ત્રીઓને પૂજનીય શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે અને એજ સ્ત્રીઓને હવસખોરો દ્વારા પીંખી પણ નાખવામાં આવે છે. તો ક્યાં ગઈ તમારી એ સ્ત્રી શક્તિને પૂજવાની ભક્તિ. પુરુષોએ પોતાની માનસિકતામાંજ ફેરફાર લાવાની જરૂર છે. દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આજકાલ તો શિક્ષક પોતાની વિધાર્થીની છેડતી કરે બાપ દીકરી ઉપર નજર બગાડે તો આ પુરુષ પ્રધાન સમાજ કઈ નીચ કક્ષાની દિશા તરફ સરકી રહ્યો છે એ તો જોવો.


તમે કોઈને બહેન દિકરી ઉપર હવસ ભરી નજરથી જોવો છો તો તમારા ઘરમાં પણ એજ મા-બહેન-દીકરી રહેતી હોય છે, તો ત્યાં તમારી હવસની નજર કેમ જાગ્રત નથી થતી ? ત્યાં કેમ મર્યાદાની પાળ આવી જાય છે ? માટે જો તમે તમારી ઘરની સ્ત્રીઓમાં માન મર્યાદાની નજર રાખી શકો છો, તો પછી બીજી સ્ત્રીઓ માટે એ માન મર્યાદા રાખવામાં ક્યાં ઉણપ ઉભી થાય છે તમારા મનને ? ત્યારે કઈ મન લકવો મારી જાય છે કે પછી એ ઘડીભર માટે ભૂલી જાય છે કે મારા ઘરમાં પણ આ જ સ્ત્રી બહેન માતા દિકરી કે પત્ની રૂપે ઘરમાં છે. માટે જો પુરુષો જ પોતાની દ્રષ્ટિમાં સકારાત્મકતા લાવે મર્યાદા જે ઘરમાં સ્ત્રીઓ ઉપર છે એ બહારની સ્ત્રીઓ ઉપર પણ લાવે તો પછી સમાજની દીકરી બહેનો આપમેળે જ સુરક્ષિત થઈ જશે. માટે દિકરીઓ ને જો મૂળમાંથી સુરક્ષિત થવાના પાઠ ભણાવા માં આવે તો સાથે જ દીકરાઓને પણ સ્ત્રીઓના સન્માન મર્યાદાના પાઠ ભણાવા એટલાજ જરૂરી છે. જો તમે તમારા દિકરાને સ્ત્રીઓનું માન અને મહત્વ ભણાવશો એના સંસ્કારોના સિંચનમાં સ્ત્રી સન્માન મર્યાદાનું સિંચન કરશો તો તે મોટો થઈને એને મળેલ સંસ્કારોથી સમાજમાં સ્ત્રીઓનું સન્માન કરતો થશે તેનામાં પેલી હવસ દ્રષ્ટિ કે માનસિક વિકૃતા કોઈ દિવસ જન્મ લેશે નહિ.


સાથે સાથે આ ટેકનોલોજીના જમાનામાં બાળકોના મોબાઈલ લેપટોપની પણ સમયાંતરે ચકાસણી કરતી રહેવી જરૂરી છે. કેમ કે એના માધ્યમથી ફેલાતી વિકૃતિના રવાડે ચડીને જ યુવાનોના મગજમાં એ વિકૃતિનો કીડો જન્મે છે અને પછી સળવળીને કોઈ દિકરીને પોતાની હવસનો શિકાર બનાવે છે. સાથે દિકરીઓને તો મૂળમાંથી જ સ્વરક્ષણ માટે શિક્ષણ આપી મજબૂત તો બનાવી ખરી જ. માટે પુરુષ એટલે કે દીકરાઓને માતાપિતા વડીલો તેમજ તેમના શિક્ષકો દ્વારા સ્ત્રીઓના સન્માન દેશની સંસ્કૃતિનું સિંચન ખાસ કરવું જરૂરી છે. જેનાથી દેશમાં સ્ત્રીઓની સુરક્ષામાં આપોઆપ વધારો થઈ જશે. કેમ કે કહેવાય છે ને જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational