STORYMIRROR

Jaydipkumar Jaydipkumar

Classics Others Inspirational

2  

Jaydipkumar Jaydipkumar

Classics Others Inspirational

જાણભેદુની ચાલ

જાણભેદુની ચાલ

1 min
14.5K


નકકી કોઈ જાણભેદુની ચાલ લાગે છે.

કમાલ કેવી? 

કશો જ માલ નથી છતાં જાડી છાલ લાગે છે.

ચામડી પરની કરચલીઓને હાથની ધ્રુજારીઓ 

એ જ તો વૃધ્ધ હોવાનો બળાપો લાગે છે.

ફળિયામાંથી ઊડી ગયેલી ચકલીઓ ને દીવાલ પરની છબીઓ

એ જ તો ખાલીપાનો અજંપો લાગે છે.

પ્રેમ, હુંફ ને આનંદ...

આપવામાં તો લોકોને આળ લાગે છે.

ફકત અજનબીની જ ઝંખના મોટી જંજાળ લાગે છે.

શું અજાણ્યું ને શું જાણીતું ?

અંદરથી તો માનસ બાળ લાગે છે.

શુભેચ્છક, એક ટકનો કોળિયો પણ કાળ લાગે છે.

નકકી કોઈ જાણભેદુની ચાલ લાગે છે.

કમાલ કેવી? 

કશો જ માલ નથી છતાં જાડી છાલ લાગે છે.

 

 


Rate this content
Log in

More gujarati story from Jaydipkumar Jaydipkumar

Similar gujarati story from Classics