જાદુઈ સેન્ડલ
જાદુઈ સેન્ડલ
રામપુર નામનું એક નાનકડું ગામ હતું. તેમાં પીનલનો પરિવાર રહેતો હતો. તેના પરિવારમાં પીનલ અને તેના માતા-પિતા હતા.
પીનલનો પરિવાર એક ગરીબ પરિવાર હતો.એકવાર પીનલની માતા બિમાર પડી. ઘણી સારવાર કરવા છતાં તે બચી ન શકી અને તેનું મૃત્યુ થયું. પીનાલની માતાના મૃત્યુ પછી પીનાલના પિતાને એવું લાગ્યું કે હવે પીનલને એકલું એકલું ગમશે નહિ. તેથી તેમણે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું.
પિનલના પિતા એ બીજીવાર એક સ્ત્રી સાથે લગ્ન કર્યા. તે સ્ત્રીને બે દીકરીઓ હતી. એકનું નામ મીના અને બીજીનું નામ રીટા હતું. મીના, રીટા અને તેની માતાનો સ્વભાવ ખુબ ખરાબ અને ઈર્ષાળુ હતો. તેઓ પિનલને ખુબ જ હેરાન પરેશાન કરતા અને ઘરનું કામ પણ પિનલ પાસે જા કરાવતા હતા.
એક દિવસ એક રાજ્યના રાજા એ જાહેરાત કારી કે રાજકુમાર માટે સુંદર રાજકુમારીની શોધ કરો. રાજાના સૈનિકો ગામે ગામ ફરવા લાગ્યા. રાજાનું આમંત્રણ ગામે ગામ પહોચાડ્યું કે, ‘જેના ઘરમાં સુંદર દીકરીઓ હોય તેમણે રાજ દરબારમાં પધારવું. ત્યાં મેલ્વાળો થશે. જે સૌથી સુંદર હશે તેની સાથે રાજકુમારના લગ્ન થશે.’
આ સાંભળી પિનલની નવી માતા તો હરખાઈ ગઈ. તેણે પોતાની બે સગી દીકરીઓ મીના અને રીટાને રાજકુમારીની જેમ શણગાર પહેરાવીને તૈયાર કરી. જયારે પિનલને તો ઘરે જ રહેવા દીધી ઘરનું કામ કરવા માટે. આ બધું જોઈને પીનાલને ખુબ દુ:ખ લાગે છે. તે તેની મરેલી માને યાદ કરીને ખુબજ રડે છે, ‘મા મા તું ક્યાં છે? આ નવી માં મને ખુબ દુ:ખ આપે છે.’ એટલામાં એક ચમત્કાર થાય છે. પિનલની મૃત્યુ પામેલી મા તેની સામે પ્રકટ થાય છે. પિનલ તેની માને બધી જ વાત કરે છે.
પિનલની મા જાદુથી એક મોટા કોલામાંથી એક ઘોડાગાડી બનાવી દે છે, અને છ ઉંદરમાંથી છ ઘોડા બનાવી દે છે.
તે પિનલ ને ખુબ જ સુંદર કપડાં આપે છે. પિનલની મા પીનલને કહે છે કે 'બેટા તું હવે રાજદરબારમાં જઈને રાજકુમાર સામે નૃત્ય કર.’ ત્યારે પિનલ કહે છે ‘પણ મા મને તો નૃત્ય કરતા નથી આવડતું.’ ત્યારે પિનલની મા તેણે એક જાદુઈ સેન્ડલની જોડ આપે છે. આ સેન્ડલ પહેરવાથી પીનલના પગ આપો આપ સુંદર નૃત્ય કરવા લાગે છે. પિનલની મા તેણે સમજાવે છે, ‘ આ સેન્ડલ અડધા કલાક માટે જ કામ કરશે, એટલે અડધો કલાક પુરો થતા ત્યાંથી પાછી આવી જજે.’
પિનલ સેન્ડલ પહેરીને રાજદરબારમાં ગઈ. અને રાજકુમાર સામે નૃત્ય કર્યું. તેનું નૃત્ય જોઈને રાજકુમાર ખુબ જ ખુશ થઇ ગયો. નૃત્ય કરતા કરતા અડધો કલાક થવા આવ્યો. હવે થોડીક જ વાર હતી. એટલે પિનલ ત્યાંથી નીકળી ગઈ. રાજકુમાર પણ તેની પાછળ પાછળ નીકળ્યા. પણ પિનલ રાજકુમારને છુટા પાડીને દુર પોતાના ઘરે આવી ગઈ. આ દોડા દોડી માં પિનલનું એક સેન્ડલ રસ્તામાં જ નીકળી ગયું. જે રાજકુમારને મળ્યું.
રાજકુમાર એ સેન્ડલ લઈને પોતાના પિતા રાજા પાસે જાય છે. અને કહે છે, ‘પિતાજી હમણા જે છોકરી નૃત્ય કરતી હતી, મારે તેની સાથે જ લગ્ન કરવા છે. આ એનું સેન્ડલ છે. જે છોકરીના પગમાં આ સેન્ડલ આવશે તેની સાથે જ હું લગ્ન કરીશ.’ રાજાના આદેશથી સૈનિકો એ સેન્ડલ લઈને ગામે ગામ તે છોકરીને શોધવા ફરે છે.
તેઓ શોધતા શોધતા પીનલના ઘરે પણ આવે છે. રીટા અને મીના એ સેન્ડલ પહેરવાની ખુબ મહેનત કરે છે. પણ તેમના પગમાં એ આવતા જ નથી. એટલામાં સૈનિકોની નજર પિનલ પર પડે છે. તેઓ પીનલને બોલાવે છે અને તેના પગમાં સેન્ડલ પહેરાવે છે. જે પીનલને બરાબર આવી જાય છે. સૈનિકો પીનલને પોતાની સાથે રાજ મહેલમાં લઇ જાય છે. પીનલને જોતા જ રાજકુમાર પીનલને ઓળખી જાય છે. છેવટે રાજા પિનલ અને રાજકુમારના લગ્ન કરાવે છે. આમ પિનલના ભાગ્યનું પરિવર્તન થઇ જાય છે.