ઈશ્વર ની ખોજ
ઈશ્વર ની ખોજ


કસ્તુરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે બન માંહી,
એસે ઘટઘટ રામ હૈ, દુનિયા દેખત નાહી।
ઘણાં વર્ષો પહેલાની વાત છે. એક જંગલમાં ઘણા પશુ પક્ષી રહેતા હતા.પહાડી વિસ્તારમાં આવેલ આ જનગલમાં ઘણા કસ્તુરી મૃગ રહેતા હતા. તે હરણ પોતાનું જીવન ઘાસ પર ગુજારે છે. તે હરણ માત્ર સુગંધ પાછળ કઈ કેટલું ય દોડ દોડ કરતા હોય છે. પણ એલોકો ને ખબર હોતી નથી કે આ સુગંધ પોતાનામાં જ રહેલી છે. તે જંગલમાં શોધ કરવી મુર્ખામી છે.
એમ જ માણસમાં ભગવાન છે. પણ તે દુનિયાના બધાજ મંદિરો માં દર્શન કરવા જાય છે. પણ પોતાના દેહરપી ભગવાન ને જાણી શકતો નથી. મૃગ વન વન ભટકે છે અને માણસ ગામ ગામ.