आशका शुकल "टीनी"

Inspirational

5.0  

आशका शुकल "टीनी"

Inspirational

ઈમાનદારી

ઈમાનદારી

3 mins
817


એ શુક્રવારે તૃપ્તિ ભર બપોરે નાની નીતુને ટયુશનમાં મૂકીને જતી હતી, અચાનક એના પગ એક ઘર વપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓ વેંચતા એક લારીવાળાને જોઈને થંભી ગયા.


એ વિચારવા લાગી કે આવા ભરબપોરે આવા તડકે આ બિચારા લારીવાળાને સવારથી કઈ ધંધો નથી થયો એ કાગડોળે સડક પર નજર મંડીને બેઠો છે કે કોઇ ગ્રાહક આવે તો કાંઈક ધંધો થાય. મેલા કપડાં, પરસેવે રેબઝેબ એ માણસ કંઇકસારો ધંધો થાય એવી ઉમ્મીદથી આવા તડકામાં પણ ઉફ્ફ તક નથી કરતો. તૃપ્તિને થયું કે આજકાલ આપણે મોટા મોટા મેગા સ્ટોરમાંથી ખરીદી કરતા થયા છીએ જ્યાં બધી વસ્તુઓ આસાનીથી ઉપલબ્ધ હોય છે પણ, આ નાના લારીવાળા ધંધાવાળા ઓનું શું ? તો શું આપડે આજ બધી ચીજ વસ્તુઓ આની પાસેથી ન લઇ શકીએ ?


આવા લોકો બે પૈસા કમાય તો શું વાંધો છે. તૃપ્તિ રસ્તો ક્રોસ કરી એ લારી પાસે ગઈ અમે થોડી વસ્તુઓ લીધી અને પૈસા આપ્યા પણ હમણાં તો એને એની સ્કૂલ ફ્રેન્ડ દીપાલીને ત્યાં કિટ્ટી પાર્ટીમાં જવાનું હતું તો આ બધી વસ્તુઓ લઇને એ જઈ સકે એમ ન હતી, એટલે એને પેલા ભાઈ ને પૂછ્યું કે 'તમે રોજ અહીંયાજ ઉભો છો ને ભાઈ ?' પેલા ભાઈ એ ઉત્તર આપ્યો 'હા !' તૃપ્તિ બોલી 'તો આ બધું હું કાલે લઇ જાવ તો વાંધો નહિ ને ! કારણ કે મારે હમણાં એક જગ્યાએ જવાનું છે ને તો હમણાં નહીં લઈ જઈ શકું બધું ! 'પેલા લારી વાળા એ કહ્યું 'વાંધો નહીં બેન કાલે લઈ જાજો.


તૃપ્તી બોલી 'કાલે ચોક્કસ તમે અહીંયા જ હશો ને ? કારણ કે મારે કાલે આ સમાન જોશે.' પેલાએ કીધું 'હા બહેન, વાંધો નહીં કાલે હું જરૂર આવીશ તમારો સામાન કાલે લઈ જાજો.' અને તૃપ્તિ ત્યાંથી દીપાલીને ત્યાં જતી રહી. બીજા દિવસે શનિવારે ખૂબ જ વરસાદ હતો અને વીજળીના કડાકા સાથે ગામમાં વરસાદ તૂટી પડ્યો , તૃપ્તિ તો ભૂલી પણ ગઈ હતી કે પેલા લારીવાળા પાસે સામાન લેવા પણ જવાનું હતું ! અને એ પોતાના રૂટીન ઘરકામમાં મશગૂલ થઈ ગઈ .


આજે રવિવારનો દિવસ તૃપ્તી બધું ઘરકામ આટોપી આરામથી સોફા પર ન્યૂઝ પેપર વાંચવા બેઠી. અખબારમાં જ્યાં જુઓ ત્યાં વરસાદની અને ક્યાં કેટલા ડેમ છલકાયા તેનાજ ન્યૂઝ હતા આખું ગુજરાત જળબંબાકાર બન્યું હતું એનાજ સમાચાર હતા. ત્યાં અચાનક તો તેની નજર કોર્નર પર છાપેલા એક ફોટો પર પડી, એનો ચહેરો ક્યાંક જાણીતો હોય એવું લાગ્યું પણ યાદ નહોતું આવતું. એણે હેડલાઇન્સ વાંચી પણ આ શું ?


તૃપ્તિ એક ઝટકા સાથે ચોંકીને ઉભી થઈ ગઈ એને સમજાતું નહોતું કે આ શું થઈ ગયું ? થોડી વાર માટે એ પોતાની જાતને સંભાળી ન શકી. માંડ પોતાની જાતને સંભાળીને એણે ન્યૂઝ પાછા ધ્યાનથી વાંચ્યા, હેડલાઇન હતી "શહેરના એમ. જી. રોડના કોર્નર પાસે વીજળી પડતાં બે વ્યક્તિનાં મોત" હેડલાઇનની બાજુમાં બંને વ્યક્તિના ફોટા છાપેલા હતા.

તૃપ્તિ ચોધાર આંસુએ રડવા માંડી. એ ફોટો પેલા વ્યક્તિનોજ હતો જેની પાસેથી બે દિવસ પહેલા તૃપ્તીએ ઘર વપરાશની વસ્તુઓ લીધી હતી ! શું ખરેખર તૃપ્તી ની મદદ કરવાની મંછા એ વ્યક્તિની મોતની જવાબદાર હતી ! કે પછી એ માણસની ઈમાનદારી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational