હોંશિયાર વિક્રમ
હોંશિયાર વિક્રમ
એક ગામ હતું. તે ગામમાં ઘણા જણ રહેતા હતા. આ જ ગામમાં નાનજીભાઈ કરીને એક ખેડૂત રહેતો હતો. તેને બે દીકરા હતા. મોટો વિક્રમ આઠ વરસનો અને નાનો રોહિત સાત વરસનો. આ વિક્રમ ખુબ જ હોંશિયાર અને ઈમાનદાર હતો. તે ઘણો જ સંસ્કારી પણ હતો. તે ઉમરમાં નાનો હતો. પણ ઘણો બુદ્ધિશાળી હતો.
એક વખત વિક્રમના નાના ભાઈ રોહિતને તાવ આવ્યો, તેની મમ્મી તેના ભાઈ રોહિતને એક ભુવા પાસે લઇ ગઈ. ભુવાએ રોહિત પર ઝાડો નાખ્યો. અને એક દોરો બાંધ્યો. વિક્રમે આ બધું જોયું, ‘તેને તેની મમીને કહ્યું, ‘મમ્મી દોર ધાગા બાંધવાથી તાવ નાં માટે. આ તો અંધશ્રદ્ધા કહેવાય. મારા શિક્ષકે કહ્યું છે કે તાવ આવે ત્યારે ડોકરની પાસે જ દવા લેવી જોઈએ.’ પણ વિક્રમની મમ્મી માની નહિ. રોહિતને તાવ ઉતરવાને બદલે વધવા લાગ્યો. વિક્રમે ફરી તેની મમ્મીને સમજાવી. હવે તેની મમ્મીને પણ વિક્રમની વાત સાચી લાગવા લાગી. તે પણ વિક્રમના ના નાના ભાઈને લઈને ડોક્ટર પાસે ગઈ. ડોકટરે રોહિતની તપાસ કરી અને તેને દવા આપી.
ડોક્ટરે વિક્રમની મમ્મીને કહ્યું, ‘સારું થયું તમે સમયસર રોહિતને દવાખાને લઇ આવ્યા. જો વધારે મોડું થયું હોત. તો તાવ રોહિતના મગજમાં ચ
ઢી જાત. અને પછી તેનું બચવું મુશ્કેલ થઇ જાત.’ આ સાંભળી વિક્રમની મમ્મી એક કહ્યું, ‘ડોક્ટર સાહેબ શાબાશી તો વિક્રમને મળવી જોઈએ. તેને મને તમારી પાસે આવવની વાત સમજાવી.
એકવાર ગામમાં કેટલાક અજાણ્યા લોકો એક ગાડી લઈને આવ્યા. એ વખતે વિક્રમ અને તેનો ભાઈ રસ્તે ચાલતા ચાલતા શાળાએ જઈ રહ્યા હતા. ગાડીવાળા લોકોએ ગાડી રોકીને વિક્રમને પૂછ્યું, ‘રામાંજીભાઈનું ઘર ક્યા છે ?’ વિક્રમે કહ્યું, ‘થોડા આગળ જઈ જમણી બાજુ વળી જજો. એટલે આવી જશે. ગાડીવાળા લોકોએ વિક્રમને ગાડીમાં બેસી સાથે આવી ઘર બતાવાનું કહ્યું. પણ વિક્રમ હોંશિયાર હતો. તે આખી વાત સમજી ગયો કે આ ગાડીવાળા કોઈ વટેમાર્ગુ નહતા. પણ નાના બાળકોને ઉપાડી જવાવાળા ગુંડા હતા.
વિક્રમે તરત જ જોર જોરથી બુમો પાડી, ‘બચાવો બચાવો. ચોર... ચોર..., ગુંડા ... ગુંડા.... વિક્રમની બુમો સાંભળી આજુબાજુના ખેતરમાં કામ કરતાં લોકો દોડી આવ્યા. તે ગાડીવાળા લોકોને પકડી પાડ્યા. પોલીસ બોલાવી અને એમને જેલ ભેગા કરી દીધા. ઇન્સ્પેક્ટર સાહેબે પણ વિક્રમની હિંમત અને બુદ્ધિના વખાણ કર્યા. બીજા દિવસે શાળામાં પોલીસ તરફથી વિક્રમનું જાહેર સન્માન કરવામાં આવ્યું.