હાર-જીત
હાર-જીત
મારું નાનામ પિયુષ જોષી છે. હું બનાસકાંઠા જીલ્લાની દિયોદર તાલુકાની દિયોદર પ્રા.શાળા નંબર ૨માં ભણું છું. હું ફૂટબોલની ટીમનો ખેલાડી છે. હમણાં થોડા દિવસ પહેલા તા- ૦૩-૧૦-૨૦૧૮ન રોજ અમારે શાળા તરફથી ખેલમહાકુંભમાં ફૂટબોલની મેચ રમવા માટે જવાનું થયું. અમે અમારી ટીમ સાથે વી.કે. વાઘેલા સ્કુલના ગ્રાઉન્ડ પર પહોંચ્યા. ત્યારે ૧૨ વાગ્યા હતા. અમારી મેચ ૨ વાગે શરુ થવાની હતી.
ત્યાં જઈને અમે જોયું તો અમારા કરતાં પણ મોટા છોકરાઓ ફૂટબોલ મેચ રમવા માટે આવ્યા હતા. એમને જોઈને અમે થોડા ગભરાયા પણ ખરા કે આ મોટા છોકરાઓ સાથે અમે કેવી રીતે રમીશું ! એટલામા જ બીજી એક ફૂટબોલની ટીમ આવી. પણ આ ટીમના છોકરાઓ તો અમારા કરતા પણ નાની ઉમરના હતા. તેમ છતાં તેઓ બિલકુલ ગભરાયા વગર મેદાન પર ફરતા હતા. પછી તો તેમને જોઈને મારો ડર પણ ભાંગી ગયો. અમે મજબુત મન કરીને રમવા માટે તૈયાર થયા.
૨ વાગે મારી મેચ શરુ થઈ. અમારી સામે વી.કે. વાઘેલા હાઇસ્કુલની ટીમ હતી. જે ટીમના છોકરાઓ અમારા કરતાં પ્રમણમાં મોટા હતા. અમે એમને પૂરે પરી ટક્કર આપી. અને આખરે અમે એક ગોલથી મેચ જીતી ગયા. અમારો ઉત્સાહ બેવડાઈ ગયો. અમારી બીજી મેચ સાંજે ૪ વાગે હતી. વળી અમે એક મેચ જીતી ગયા હતા. એટલે થોડાક હળવાશમાં હતા. અમે કેટલાક મિત્રો બજાર બાજુ ફરવા અને નાસ્તો કરવા પણ જઈ આવ્યા.
ત્યારબાદ ૪ વાગે આમારી બીજી મેચ ચાલુ થઈ. બીજી મેચમાં અમારી સામે જે છોકરાઓ હતા તે અમારા કરતાં પ્રમાણમાં નાના હતા. થોડીક વાર પહેલા જ અમે અમારા કરતાં મોટા છોકરાઓને હરાવ્યા હતા. એટલે અમે આત્મવિશ્વાસમાં હતા, કે આ નાના છોકરાઓને તો હરાવી જ દઈશું. પણ ખરેખર એવું બન્યું નહિ. એ બાળકોએ અમને બરાબર ફાઈટ આપી. અને આખરે એ છોકરાઓની ટીમ અમારી સામે જીતી ગઈ.
ટૂંકમાં અમે જેમની સામે જીત્ય તે ટીમ અમારા કરતાં મોટી હતી. અને અમે જેની સામે હાર્યા તે ટીમ અમારા કરતાં નાની હતી. મતલબ સફળતાને નાના કે મોટા માણસ સાથે કઈ લાગે વળગતું નથી. જીતવાની આવડત, આત્મવિશ્વાસ અને મહેનત વળે જ સફળતા મળે છે.
