Jinal Joshi

Children

1.2  

Jinal Joshi

Children

ઘમંડી વેપારી

ઘમંડી વેપારી

2 mins
7.9K


એક ગામ હતું. તે ગામમાં એક વેપારી રહેતો હતો. તે પૈસે ટકે સુખી હતો. પણ તેણે પોતાના પૈસાનું ખુબ જ અભિમાન હતું. પણ તેની પત્ની એ ખુબ જ દયાળુ સ્વભાવની હતી. તે ગરીબો અને જરૂરિયાત વાળા લોકોને દાન કરતી હતી. તેની અપ્તની આવી રીતે ધર્મ કર્મ અને દાન પુણ્ય કરે તે પેલા લોભી વેપારીને ગમતું ન હતું.

તે પોતાની પત્ની પર ખુબ જ ગુસ્સો કરતો હતો. તે પોતાની પત્નીને કહેતો ‘આ બધું મારી કમાણીનું છે. તું બધાને દાન કેમ કરી દે છે?’ ત્યારે તેની સમજુ પત્ની તેણે સમજાવતી કે દાન કરવાથી પુણ્ય મળે છે. અને પુણ્ય કરવાથી આવતા જન્મમાં પણ સારું સુખ મળે છે.

તેણે પોતાની પત્ની પર ખુબ જ ગુસ્સો આવ્યો. તેણે પોતાની પત્નીને ઘરના એક અવાવર ઓરડામાં પૂરી દીધી.

પોતાની પત્નીને અવાવર ઓરડામાં પૂરી તે શહેમાં ખરીદી કરવા માટે નીકળ્યો. રસ્તામાં જંગલ આવ્યું. તે જંગલમાંથી પસાર થતો હતો, ત્યારે એક ખૂનખાર જંગલી વાઘ તેની સામે આવીને ઉભો રહ્યો. વાઘને જોઈને વેપારીના તો હોશ ઉડી ગયા. તે એકદમ ગભરાઈ જ ગયો. વાઘ પણ પોઅતનો ખોરાક મળતા એ વેપારી તરફ ધીમે ધીમે ખસતો જતો હતો. એ વેપારી હાથ જોડી ભગવાનને પ્રાથના કરવા લાગ્યો.

એટલામાં આદિવાસીઓનું એક ટોળું હાથમાં સળગતું બળતું લઈને ત્યાં આવ્યું. તેમેને અગ્નિથી વાઘને ડરાવીને ભગાડી મુક્યો. એ વેપારીનો જીવ બચી ગયો. તેણે આદિવાસી વનવાસીઓનો ખુબ ખુબ આભાર માન્યો. પોતાનો જીવ બચવા માટે. ત્યારે તેમાંથી એક વૃધ્ધ આદિવાસી બોલ્યો, ‘શેઠ એમાં ઉપકાર શાનો! ઉપકાર તો તમારી પત્ની શેઠાણીએ અમારી ઉપર કર્યો છે. તેમેને અમને ગરીબો ને કપડાં અને ખાવાનું આપ્યું છે. એટેલે જ તો અમે તમને ઓળખી ગયા. અને તમને બચવા આવ્યા.

હવે વેપારીને પોતાની ભૂલ સમજાઈ. કે તેની પત્ની સાચું કહેતી હતી. દાનપુણ્ય કરવાથી ચોક્કસ સુખ મળે છે. તે ત્યાંથી પાછો આવ્યો અને પોતાની પત્નીને અવવારા ઓર્દામથી ભર કાઢી. તે પોતાની પત્નીનાં પગે પડી માફી માગવા લાગ્યો. તેની પત્નીને નવાઈ લાગી. વેપારી એ જંગલ ને વાઘ વાળી વાત પોતાની પત્નીને કરી. શેઠાણીએ પણ ભગવાનનો અભાર માન્યો.

એ પછી એ વેપારી અને તેની પત્ની બંને સાથે મળીને દાન પુણ્ય કરવા લાગ્યા. સારા કર્મનું સારું ફળ ચોક્કસ મળે જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Children