The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Thakkar Hemakshi

Inspirational

4.5  

Thakkar Hemakshi

Inspirational

ગાંધીજીનાં પગલે ચાલવાનો નિશ્ચય

ગાંધીજીનાં પગલે ચાલવાનો નિશ્ચય

3 mins
67


  મેટ્રો શહેરમાં રહેતી એક યુવતીની આ એક વાર્તા છે. તે અને એના ખાસ મિત્રો ખૂબ જ શ્રીમંત કુટુંબના છે. તે મોટી કોલેજમાં ભણે છે. અને તે મિત્રો સાથે કૉલેજ બંક કરીને ભણવાનું બગાડીને ફરવા, ફિલ્મ જોવા જતી,અને મોટી હોટેલમા જતી. એ કાંઇ ખોટું કરી રહી છે એનો અફસાેસ પણ ન થયો. એને તને ખુબ મજા પડવા લાગી. એનુ ભણવામા ધ્યાન ઓછું થવા લાગ્યું.જેમ દિવસો પસાર થયા એની કૉલેજ બંક કરવાની આદત વધતી ગઈ એને મિત્રો સાથે ફરવાની અને મોટી હોટેલમાં જવાની આદત તો હતી પણ સાથે ચરસ અને દારુ પીવાની પણ લત લાગી ગઈ.

ભણવાની એને જરાય ચિંતા નહતી.           

મોટા કુટુંબની દીકરી છે એટલે એના માબાપને પણ આ વાતની ભનક સુધા નહતી.

 આમ રોજ કૉલેજને બહાને એ રોજ મિત્રો સાથે જતી અને ઘણી ખરાબ ટેવોની આદત એને લાગી ગઈ.          

ભણવામાંથી હવે સાવ ધ્યાન હટી ગયું. ફક્ત આવી આદતો ને લીધે એને મજા આવતી પણ એને હજી ખબર નહતી પડતી કે એ જે કરી રહી છે એ સાવ ખોટું છે. એક વાર આવી ટેવો લાગી જાય છે તેનામાંથી બહાર આવવું કઠણ છે અને આવામાંથી બહાર આવતા ઘણો સમય લાગે છે.            

એ તો મિત્રોના ચડે ચડવા લાગી અને એ જેમ કહેતા એમ કરવા લાગી.

      પછી એક દિવસ એવો આવ્યો કે અચાનક માબાપ એને ભણવા વિશે પૂછવા લાગ્યા એને ભણવાનું કેવું ચાલે છે. એ ખોટું બોલવા લાગી કે બરાબર ચાલે છે.

 એને ખોટું બોલવામા જરાય ડર ન લાગતો. જેમ જેમ મહિનાઓ પસાર થયા એક દિવસ આવ્યો કે કૉલેજમા એના અને એના ખાસ મિત્રોના નામ બ્લેકલિસ્ટમાં આવી ગયા.

એ ગભરાઈ ગઈ કે હવે માબાપને સાચી હકીકતની ખબર પડી જશે. એના મિત્રોને તાે કાંઈ ફરક પડતો નહતો. હવે એના મનમાં વિચાર આવ્યો કે શું કરુ? ખાસ મિત્રોએ પણ એનો સાથ છોડી દીધો.હવે એને સમજણ નહતી પડતી શું કરવું? આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધું.       

પછી ચરસની લત લાગી હતી એની થોડી અસર થવા લાગી. એને સમજાતું નહાેતુું હવે આમાંથી કેવી રીતે બહાર આવવું. એની દિવસે દિવસે તબિયત બગડતી જતી હતી એની પાસે બીજો કોઈ ઉપાય નહતો એને સાચી વાત ઘરે કરવા સિવાય કોઈ રસ્તો નહતો.

         પછી જયારે ઘરવાળાને ખબર પડી ત્યારે પહેલા તે ખૂબ જ ગુસ્સે થયા પછી દીકરીને ફાટકારી અને ગાંધીજીના માર્ગે ચલવાની સલાહ આપી.        

દીકરીને કંઇ રીતે સાજી કરવી એનો ઉપાય શોધવા લાગ્યા. એમને ઘણા ડૉક્ટર ને બતાવ્યા પણ એનો કોઈ ઉપાય જ ન મળે.

      ઘરના લોકો ચિંતીત થઇ ગયા કે હવે શું? પણ એમને આશા છોડી નહીં એને રોજ ડૉક્ટરની શોધ કરતા એમની દીકરીને જલ્દી સાજી કરવા માંગતા હતા. એ રોજ પ્રયત્નો કરતા પણ એનું નિરાકરણ નહીં આવ્યું.         

 છેવટે થોડા દિવસ પછી એનો નિરાકરણ આવ્યું અને એનો ઉપાય મળી ગયો.

   દીકરીને ઠીક કરવાનો ઇલાજ ચાલુ થઇ ગયો પણ ચરસ ઘણા વખતથી લેતી હતી એટલે ઠીક થતાં ખુબ વખત લાગ્યો.

      થોડા મહિના પછી તે પુરી રીતે સાજી થઇ ગઈ. તે અને એના ઘરનાં લોકોથી ખુશ થઈ ગઈ.          

હવે એને લાંબા સમય પછી અહેસાસ થયો કે અવળા રસ્તા પર ચાલવું ન જોઈએ અને ખોટું બોલવું હાનીકારક હોય છે. એને સારી સોબત જ અપનાવી.           

પછી એને ગાંધીજીના પગલે સત્યના માર્ગ પર ચાલવાનો નિશ્ચય લીધો.

     ભણવામા એ ખુબ મહેનત કરવા લાગી અને પ્રથમ વર્ગમાં પાસ થઈ ગઈ.

       અંતે તેને સંદેશ આપ્યો કે જો તમે ગાંધીજીનાં કહેવા પ્રમાણે સત્યના માર્ગ પર ચાલો તો સફળતા નિશ્ચિત છે.


Rate this content
Log in