RAHUL CHAUHAN

Children

2.5  

RAHUL CHAUHAN

Children

ગામડું

ગામડું

2 mins
8.1K


એક ગામ હતું. તે ગામમાં એક ખેડૂત અને તેનો પરિવાર રહેતો હતો. તેને એક દીકરો હતો. તે દીકરો ૧૨માં ધોરણમાં ભણતો હતો. તે ખેડૂતે પોતાના દીકરાને લાડકોડથી ઉછેરીને મોટો કર્યો હતો. તેણે ધામધુમથી તેના લગ્ન પણ કરાવ્યા. એમ કરતાં સમય વીતવા લાગ્યો. દીકરાની વહૂ પણ રહેવા લાગી. એટલામાં એ ખેડૂતની ઉંમર થઈ અને તે મૃત્યુ પામ્યો. થોડા વરસ પછી એ ખેડૂતની પત્ની પણ મૃત્યુ પામી. હવે છોકરો અને વહૂ બે જ રહ્યા.

હવે એ ખેડૂતના દીકરાને ખેતીનું કામ આવડતું નહિ. કે ગાયો-ભેંસો દોહતા પણ આવડતું નહિ. હવે એમને જીવવું કેવી રીતે?એટલે તે કામધંધાની શોધમાં શહેરમાં જવાનું વિચારવા લાગ્યા. તેની પત્નીએ કહ્યું, ‘શહેરમાં તો ખુબ ગંદકી અને પ્રદુષણ હશે.’ પણ હવે શું કરે બીજો કોઈ રસ્તો પણ ન હતો. કેમકે ગામડાનું તો કોઈ કામ એમને આવડતું જ નહિ. આમ નક્કી કરી તે લોકો ગામડેથી શહેરમાં રહેવા ગયા. તેમણે શહેરમાં જોયું તો રહેવા માટે ઘર ખુબ જ મોંઘા ભાડેથી મળતા. એવા ભાડા ભરવાનું તેમને પોસાય નહિ.

એટલે તેમણે એક ખુલી જગ્યા જોઈ ત્યાં ઝુંપડું બનાવ્યું. પણ એ ઝુંપડાની બાજુમાં જ નગરપાલિકાની કચરા પેટી હતી. આજુબાજુના લોકો ત્યાં કચરો નાખવા આવતા હતા. એટેલે ત્યાં ખુબ જ ગંદકી થતી હતી. વળી ખુલી જગ્યાને લીધે લોકો ત્યાં શૌચક્રિયા કરવા માટે પણ આવતા હતા. તેથી ત્યાં ખુબ ગંદકી થતી હતી. ગંદકીને લીધે ત્યાં મચ્છર અને માખીઓ પણ ખુબ જ થતી હતી. આવા ગંદા વિસ્તારમાં રહેવાથી અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરો કરડવાથી એ બંને પતિ-પત્ની બિમાર પાડવા લાગ્યા.

વળી શહેરના ખોરાક પણ ચોખ્ખા નહિ. શાકભાજી ગટરના પાણીમાંથી ઉગાડેલા હોય. ફળ-ફળાદી પણ દવા નાખીને પકાવેલા હોય. બજારની લારીઓમાં મળતી ખાવા પીવાની વસ્તુઓ પર રસ્તાની ધૂળ ઉડીઉડીને ભરાઈ હોય. પીવાના પાણી પણ ગંદા હોય. આ બધા કારણોને લીધે બીમારીઓ પણ જલ્દી લાગી જાય. વળી શહેરના દવાખાના પણ ખુબ જ મોંઘા હતા. એટલે એ લોકો એ ગામડે પાછા ચાલ્યાં જવાનું નક્કી કર્યું.

એ લોકો ગામડે પાછા આવ્યા. ગામડાની ચોખ્ખી હવા, ચોખ્ખા પાણી, ચોખ્ખા અનાજ, ચોખ્ખા ફળ-ફળાદી અને શાકભાજી પણ ચોખ્ખા. આવા શુદ્ધ વાતાવરણમાં રહેવાથી ખેડૂતનો દીકરો અને તેની પત્ની જલ્દીથી સાજા થઈ ગયા. તેમને ખેતીવાડી અને પશુપાલનનું કામકાજ શીખી લીધું. અને આનંદથી રહેવા લાગ્યા. એટલે જ તો કહ્યું છે, 'રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.'


Rate this content
Log in

More gujarati story from RAHUL CHAUHAN

Similar gujarati story from Children