STORYMIRROR

Nilesh Vora

Inspirational Tragedy

3  

Nilesh Vora

Inspirational Tragedy

એક દિવસ

એક દિવસ

1 min
27K


"એમ કેમ બને...?" ગેરેજવાળા સુલ્તાન ભાઇ, અનીશના કોઇ સગા સાથે દલીલ કરી રહ્યા હતા...

"... ગઈ કાલે જ અનીશભાઇ મારા ગેરેજ પર એમનું સ્કૂટર વેચવા લાવ્યા હતા. મને કહ્યું કે સુલ્તાનભાઇ, અરજન્ટમાં વેચવાનું છે. તમારા ભાભીનો જન્મદિવસ છે, મારે એને ગીફ્ટ આપવી છે... સાંજ પહેલા સોદો ય થઈ ગયો અને સાંજે અમે મળ્યા ત્યારે વાત પણ થઈ કે આજે સવારે પાર્ટી પૈસા આપી જશે અને અનીશભાઇ એ લેવા આવવાના હતા. નહીં આવ્યા એટલે હું શોધતો આવ્યો.... અને તમે કહો છો કે અનીશભાઇનું અવસાન થઈ ગયું ? એમ કેમ બને...?"

છેવટે દીલાસો પ્રગટ કરી, સ્કૂટર વેચાણનાં આવેલા રૂ. 5000 આપી, સુલ્તાનભાઇ પાછા વળ્યા...

... અને અંદરના રૂમમાં બેસીને બધું સાંભળતી અનીશની પત્ની સ્વાતિનાં મગજમાં હથોડા ઝીંકાઇ ગયા...

"... મેં એક દિવસ બર્થડે ગીફ્ટ માટે ધીરજ રાખી હોત તો...!"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational