એક અનોખો પ્રેમ દિવસ
એક અનોખો પ્રેમ દિવસ
આપણે જોઈએ છીએ કે ફેબુ્રઆરીમાં અલગ અલગ "ડે"
ઉજવવામાં આવતા હોય છે. .જેવા કે વેલેન્ટાઈન ડે ,ચોકલેટ ડે, ટેડિબીયર ડે, પ્રપોઝ ડે, રોઝ ડે આવા નવા નવા ડે ઉજવતા હોય છે. આજે હું જે વાત કહું છું. એ શાંતીથી વાંચજો અને જીવનમાં ઉતારજો.
***
એક યંગસ્ટર્સ છોકરી. સ્વભાવે શાંત અને દેખાવે ખુબ સુંદર. કોલેજમાં અભ્યાસ કરતી હતી. અને ખુબ દુઃખી રહેતી હતી. ખબર નહીં શું ચિંતા હશે એને. પણ એકલી એકલી બેઠી બેઠી વિચારો કર્યા કરતી હતી કે આ મારી સાથે ભણતી બધી સહેલીઓ બધાં છોકરાઓ સાથે ડે ઉજવે છે પણ મારા જીવનમાં કોઈ "ડે" નથી એવુ કેમ !
પછી આ છોકરીને વિચાર આવે છે કે ચલોને હું ભગવાનને પુછી લઉ. મારી સાથે કેમ આવુ કરે છે ?
વાત હવે શરુ થાય છે. છોકરી ભગવાનને પુછવા માટે મંદિરમાં જાય છે. ને મંદિર પણ એક સરસ મજાનુ હોય છે. સાંજના સમયે આ છોકરી મંદિરે જાય છે. અને છોકરીનુ પણ નસીબ કહેવા કે મંદિરમાં કોઈ હોતુ નથી.
છોકરી આંખો બંધ કરીને ભગવાનને યાદ કરતી હોય છે. એટલામાં એક સરસ મજાની વાંસળીનો અવાજ છોકરીના કાનમાં સંભાળ્યા છે. પછી પાંચ મિનિટ પછી એક સરસ મજાની ગુલાબની ખુશ્બુ એના નાક પાસેથી પસાર થાય છે. અને પછી તો એના કાનમાં કોઇક આવીને બોલે છે, કે એક અનોખા પ્રેમ દિવસની શુભકામના. પછી છોકરી અચાનક આંખો ખોલે છે. એની સામે હોય છે ભગવાન શ્રી કૃષ્ણ અને કહે છે કે, "દીકરી ભલે બીજા તારા મિત્રો બધાં ડેની ઉજવણી કરે છે. પણ આજે તે તો ભગવાન સાથે પ્રેમ દિવસ ઉજવ્યો છે. દીકરી તું જીવનમાં ખૂબ પ્રગતિ કરીશ. અને તને મારા જેવોજ છોકરો મળશે. અને આ ભલે બીજા બધાં ડે ઉજવતા હોય છે. પણ તને તો હવે રોજ અનોખો પ્રેમ દિવસ મળશે."
***
પ્રેમ કંઈ એક દિવસ નો ખેલ નથી. પ્રેમમાં પણ ભગવાનને સાથે લઈને ચાલજો નહીંતર ફેંકાઈ જશો તો કંઈ ખબર પણ નહી પડે. અને મેળવેલી વસ્તુ પણ ભગવાન તમારી પાસેથી છીનવી લેશે. એવુ કોણે કહ્યું કે વેલેન્ટાઈન ડે એકજ દિવસ ઉજવાય. અરે હૃદયમાં પવિત્રભાવ રાખી,ભગવાનને સાથે રાખીને પ્રેમ કરો ને તો આ જીવન વેલેન્ટાઈન ડે છે

