દીકરીની પિતા સાથેની અદભુત સફર
દીકરીની પિતા સાથેની અદભુત સફર
એક નાનકડુ ગામ હતુ. એ ગામની અંદર એક સરસ મજાનો પરિવાર. એ પરિવારમાં બધાનો સ્વભાવ શાંત.
એ પરિવારની અંદર એક દીકરીનો જન્મ થયો. દીકરી દેખાવમાં સુંદર અને શાંત હતી. અને જયારે દીકરી દવાખાનામાં હોય છે. ત્યારે તેના પિતા ખુબ ખુશ થાય છે. અને આંખમાંથી પાણી આવે છે. ને પિતા દિકરી ના માથા ઉપર હાથ ફેરવી ને કહે છે. "બેટા ખુબ આગળ વધજે. મમ્મી -પપ્પાનુ નામ રોશન કરજે...!
દીકરી ભલે નાની હતી. પણ પપ્પાનો હાથ મુકયો જયારે માથા ઉપર ત્યારે દીકરી પપ્પાની સામે જોઈને ખુશ થઈ ગઈ.
પછી ધીમે- ધીમે દીકરી મોટી થાય છે. અને જયારે પાંચ વર્ષની થાય છે. તેના પિતા એને શાળામાં ભણવા મુકે છે. અને શાળાના શિક્ષકને કહે છે, "સાહેબ આ મારી દીકરી લાખોમાં એક છે. એને બરાબર શિક્ષણ આપજો."
પછી તો દીકરી છ-સાત-આઠ-નવ ધોરણમાં ખુબ ઉંચુ પરિણામ લાવે છે. પછી જયારે દીકરી ધોરણ -10th આવે છે. ત્યારે એક દિવસ રાત્રે ટયુશનથી મોડુ થઈ ગયુ હોય છે. અને ધરે આવતી હોય છે.ને રસ્તામાં
ગુંડાઓ આવે છે. અને છોકરીને હેરાન કરે છે. પણ સાહેબ જોજો વાત હવે શરુ થાય છે
એ દીકરી એ ગુંડાઓ સામે લડાઈ કરીને જીતી જાય છે. અને પછી ધરે જાય છે. ને પિતાને આ બધી વાત કરે છે. ત્યારે પિતા રડી જાય છે. અને બોલે છેકે "દીકરી તુ મારો શેર છે, ખુબ પ્રગતિ કરજે જિંદગીમાં પપ્પા નુ નામ ડુબાડતી ના પપ્પાનુ નામ ઉંચુ કરજે."
અને એ દિવસે દીકરી નકકી કરે છે. કે હવે તો જિંદગીમાં કોઈ પણ મુશ્કેલી આવે એની સામે લડવા તૈયાર છુ. સ્વભાવ સંસ્કારી અને સહનશીલતા ધરાવતી હતુ. ધોરણ -10th પણ સારુ પરિણામ આવ્યુ. પછી એના પપ્પા એ ધોરણ -11-12કરવા માટે બહાર ભણવા મોકલી અને કહ્યુ, "બેટા, પપ્પા તારી જોડે છે ચિંતા ના કરતી. પણ ખુબ ભણજે. અને દીકરી પછી એનુ ધોરણ -11-12 પણ પુર્ણ કર્યુ. અને પછી વેકેશન પડ્યુ. વેકેશનમાં પપ્પાએ દીકરીને પુછયુ, "બેટા તારે જિંદગીમાં શું બનવુ છે."
દીકરી બોલી, "કલેકટર થવુ છે. અને મહાન વ્યક્તિ બનવુ છે."
પપ્પા બોલ્યા, "વાહ વાહ મારી લાડકવાઈ દીકરી તુ એક દિવસ બનીશ પણ મહેનત ખુબ કરવી પડશે."
દીકરી બોલી, "હા પપ્પા હુ મહેનત કરીશ."
પછી તો દીકરીનુ પરિણામ આવ્યુ. છોકરીનેબી.એસ.સી. કરવુ હતુ એટલે પછી પપ્પાએ એને બહાર શહેરમાં ભણવા મોકલી. કોલેજમાં પણ છોકરી નિડરતાથી રહેતી હતી. અને કોલેજમાં પણ પરિણામ સારુ લાવી. અને ત્રણ વર્ષ પુર્ણ થયા અને ગ્રેજ્યુએટ થઈ ગઈ. પછી એના પપ્પાએ એનુ સ્વપ્ન પુરુ કરવા માટે જીકે અને સાહિત્યોની ચોપડીઓ લઈ આપીને જી.પી.એસ.સી.ના ટયુશન પણ ચાલુ કરી દીધા. અને ખુબ મહેનત કરી આખરે એક દિવસ એ છોકરી કલેકટર થઈ ગઈ. અને જયારે કલેકટર થઈ ત્યારે એના પિતાને ભેટી પડી અને રડવા લાગી,
"પપ્પા તમે મને કીધુ હતુ. આજે મે તમારુ સપનુ પુરુ કર્યુ."
પપ્પા બોલ્યા, "બેટા, વાહ વાહ તુ તો મારો એક દિલનો ભાગ છે."
પછી જયારે પપ્પાના આશિર્વાદ લીધા અને પછી જે એણે કલેકટર બન્યા પછી જે કામ કર્યુ છે. રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આપણામાં આવ્યો ને જયારે એવોર્ડ આપ્યો ત્યારે બોલી, "મને નહી પણ મારા પપ્પાને આપો એમને મને આગળ લાવ્યા છે."
પપ્પા રડી પડ્યા આ વાક્ય સાંભળી ને. ...
પછી તો દીકરીના લગ્ન હોય છે. અને લગ્ન ના બે દિવસ પહેલા પિતા અને દીકરી રાત્રે બેઠા વાતો કરતા હોય છે.
પપ્પા બોલે છે, "બેટા તુ તો હવે બે દિવસ પછી જતી રહીશ. પણ પછી મને એવુ લાગશે કે મારો દિલનો ટુકડો જતો રહયો."
દીકરી બોલી, "પપ્પા ચિંતા ના કરતા. હુ હંમેશા તમારી સાથે રહીશ ભલે મારુ શરીર જશે પણ તમારા દિલમા તોહંમેશા રહીશ.
પછી પપ્પાને દીકરી ભેટી પડ્યા અને રડવા લાગ્યા.
પછીતો દીકરીના લગ્ન હતા. દીકરીને ખુશી ખુશી થી પરણાવી મમ્મી પપ્પા એ અને જયારે દીકરી પરણીને પારકા ધરે જતી હતી, ત્યારે પપ્પા અને દીકરી બંનેને એટલુ રડયા અને પપ્પા એ પુત્રી ને કહ્યુ, "બેટા જિંદગીમાં ખુશ રહેજે હંમેશા."
દીકરી બોલી, "પપ્પા ચિંતા ના કરતા હું હંમેશા તમારી સાથે છુ."
પછી એ છોકરીએ જિંદગીમાં ખુબ સરસ પ્રગતિ કરી અને નામ રોશન કર્યુ મમ્મી -પપ્પા નુ...
આનુ નામ સાહેબ દીકરી કહેવાય ....
