દયાળુ રાજા અને રાણી
દયાળુ રાજા અને રાણી
એક ગામ હતું. તેમાં બધા લોકો હળીમળીને સંપથી રહેવાવાળા હતા. તે ગામના એક છેડે ભવ્ય મહેલ હતો. તે મહેલમાં એ ગામના રાજા અને રાણી રહેતા હતા. રાજા અને રાણી ખુબ જ સારા સ્વભાવના અને દયાળુ હતા. તે હમેશા ગામના લોકોને મદદ કરતા રહેતા. ગામલોકો પણ પોતાના રાજા-રાણીથી ખુબ ખુશ હતા. પણ તેમને એક જ વાતનું દુખ હતું. કે રાજાના ઘરે શેર માટીની ખોટ હતી. પણ સમય જતા એ દુખ પણ દુર થયું. રાજા –રાણીને ત્યાં એક દીકરાનો જન્મ થયો.રાજા-રાણી અને ગામલોકો ખુબ જ ખુશ થયા. તેમણે આખા ગામ માટે જમણવારનું આયોજન રાખ્યું.
રાજા-રાણીને ત્યાં દીકરાનો જન્મ થવાથી બધા સુખ-શાંતિથી જીવન જીવવા લાગ્યા. કોઈપણ વાર –તહેવાર આવે બધા હળીમળીને સાથે ઉજવણી કરતા. ધીમે ધીમે રાજા-રાણીનો દીકરો રાજકુમાર મોટો થયો. દીકરો મોટો થયો એટલે તે સિપાહીઓ સાથે બહાર રમવા જવા લાગ્યો. સિપાહીઓ ઘણીવાર તેણે નદી કિનારે રમવા લઇ જતા. ત્યાં તેણે ખુબ મજા આવતી.
એક વાર સિપાહીઓ રાજકુમારને લઈને નદી કિનારે રમવા લઈને જાય છે. રમતા રમતા રાજકુમાર દોડાદોડી કરે છે. અને દોડાદોડી કરતાં તે નદીના પાણીમાં પડી જાય છે. સિપાહીઓ તો ગભરાઈ જાય છે. અને બુમો પાડવા લાગે છે. એની બુમો સંભાળીને ગામના બીજા લોકો પણ દોડી આવે છે. એક સિપાહી રાજમહેલમ આ જઈને રાજા-રાણીને જઈને સમાચાર આપ્યા કે રાજકુમાર નદીમાં પડી ગયા છે. આ સાંભળીને રાણી તો બેભાન જ થઈ ગયા.
બધા લોકો નદી કિનારે ભેગા થઈ ગયા. બધાએ ભગા થઈને રાજકુમારને નદીના પાણીમાંથી બહાર કાઢ્યા. પણ ખુબ મોડું થઈ ગયું હતું. રાજકુમાર પાણી પી જવાથી મૃત્યુ પામ્યા હતા. આખું ગામ નિરાશ થઈ ગયું. બધા દુખી દુખી થઈ ગયા. પણ હવે શું થાય ? રાજા-રાણીને ઘણા વર્ષે દીકરો આવ્યો હતો. પણ એ પણ ભગવાને પાછો છીનવી લીધો. રાજા –રાણી તો બિલકુલ ઉદાસ થઈ ગયા. ગામલોકો તેમણે ખુશ રાખવાના ઘણા પ્રયત્ન કરતાં, પણ રાજા રાણી રાજકુમારના મૃત્યુનું દુખ ભૂલી શકતા નહિ.
એમ કરતાં એક વરસ ચોમાસામાં વરસાદ પડ્યો નહિ. આખું ગામ નિરાશ થઈ ગયું. કોઈના ખેતરમાં એક દાણો પણ ધાન પાક્યું નહિ. આ વાતની જાણ રાજા રાણીને થઈ. તેઓ ખુબ દયાળુ હતા. તેમણે સિપાહીઓને હુકમ કર્યો કે રાજાના અન્ન ભંડાર ખોલી નાખો. ગામલોકોને જેટલું ધાન જોઈએ એટલું આપો. કોઈ ભૂખ્યું રહેવું જોઈએ નહિ.
એમ કરતાં એ વરસ વીતી ગયું. બીજા વરસે વરસાદ સારો થયો. લોકોએ રાજમાંથી જેટલું ધાન લીધું હતું, તે બધું રાજમાં પાછું આપી શક્યા. રાજા રાણી પણ ખુશ હતા. પણ ગામલોકો રાજા રાણીને ની:સંતાન જોઈને દુખી રહેતા. વધારે વરસાદ પડવાને કારણે નદીમાં પુર આવ્યું હતું. રાજ-રાણી નદીનું પાણી જોવા માટે ગયા. ત્યારે એ નદીમાં એક પેટી તણાતી જતી હતી. જેમાંથી એક બાળકના રડવાનો અવાજ આવતો હતો. રાજાએ સિપાહીઓને હુકમ કર્યો એટેલે સિપાહીઓ એ પેટી બહાર લઇ આવ્યા. રાજા રાણી એ પેટી ખોલીને જોયું તો તેમાં એક નાનું બાળક હતું.
ગમ લોકોએ રાજા રાણીને વિનંતી કરી, ‘મહારાજ નદી માતા એ તમારો રાજકુમાર લઇ લીધો હતો. અને આજે એજ માતા એ તમને તમારો દીકરો પાછો આપ્યો છે. એણો તમે સ્વીકાર કરો. ગામલોકોના કહેવાથી રાજાએ તે બાળકને અપનાવી લીધો. અને રાજકુમાર તારીકે તેનો ઉછેર કર્યો. સમય જતાં એ રાજકુમાર મોટો થયો, અને રાજા-રાણી જેવો જ દયાળુ રાજા બન્યો. ગમ લોકો અને રાજા-રાણીના મનને હવે ટાઢક થઈ.
