ASMITA MALI

Children Inspirational

3  

ASMITA MALI

Children Inspirational

દીકરીને ભણાવો

દીકરીને ભણાવો

2 mins
14.8K


એક ગામ હતું. તે ગામમાં એક ગીતા નામની છોકરી રહેતી હતી. તે પોતાની માતા સાથે રહેતી હતી. તેમનો પરિવાર ખુબ જ ગરીબ હતો. ગીતાના પિતાજી ગીતા ખુબ નાની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. એટલે કમાવાની અને ઘર ચાલવાની બધું જવાબદારી ગીતાની માતા પર આવી ગઈ હતી. તે ઘરનું અને ખેતરનું બધું કામ કરી ઘર ચલાવટી હતી.

ગીતાને પહેલેથી જ ભણવાનો ખુબ શોખ હતો. પણ ઘરનું કેટલુંક કામ પણ ગીતાને માથે આવતું હતું. ઘણીવાર ગીતા શાળાએ જવા માટે નીકળે ત્યારે જ તેની મા તેને કંઇક કામ સોંપે. એટેલ ગીતાને શાળાએ પહોંચવામાં ઘણીવાર મોડું થઇ જતું હતું. ગીતાના શિક્ષક તેને મોડા પડવાનું કારણ પૂછે, પણ ગીતા કંઈ કહેતા કંઈ બોલી શકે નહિ.

એમ કરતા ચોમાસાના દિવસો આવ્યા. વારસાદ ખુબ જ પડતો હતો. ગીતાને નીશાળ જવાનો ખુબ જ શોખ. એટેલ તેણે પોતાની માને કહ્યું, તો માએ જવાબ આપ્યો. ‘ગીતા આજનો દિવસ ભણવા જા. કાલથી તારે નિશાળે જવાનુ નથી.’ ત્યારે ગીતાએ પૂછ્યું, ‘પણ કેમ મા ?’ ત્યારે તેની માએ કહ્યું, ખેતરમાં વાવણીનો સમય થયો છે. એટલે મારે ખેતરનું કામ કરવું પડશે. તારે ઘરે રહીને ઘરનું કામ કરવાનું છે. બસ તે દિવસથી ગીતાનુ ભણવા જવાનું બંધ જ થઇ ગયું.

ઘણા દિવસ સુધી ગીતા નીશાળ ન આવી એટલે એક દિવસ તેની શાળાના બહેન મીનાબહેન ગીતાને ઘરે આવ્યા અને કહ્યું,’તમારી દીકરી ગીતા ભણવાકેમ નથી આવતી ?‘ ત્યારે ગીતાની માએ કહ્યું, ‘બહેન છોકરીઓને ભણાવીને શું કામ છે. એમને તો ઘરના કામકાજ શીખવા જોઈએ.’ આ સાંભળી મીનાબહેનને દુખ થયું, ‘તેમણે ગીતાની માને કલ્પના ચાવલાનો ફોટો બતાવ્યો અને સમજાવ્યું, આ ફોટાવાળી છોકરી કલ્પના ચાવલા છે. તે વિશ્વની પ્રથમ મહિલા અવકાશ યાત્રી છે, એટલે અવકાશમાં અરહેવા જવા વાળી પહેલી છોકરી. પછી તેમણે કિરણ બેદીનો ફોટો બતાવી સમજાવી કે આ ભારતની પ્રથમ મહિલા આઈ.પી.એસ. છે. તેણે દેશમાંથી ગુંડાગીરી દુર કરી છે.

શિક્ષિકાબેને ગીતની માને સમજાવ્યું, તમે પણ એક સ્ત્રી જ છોને તમે આવું કેવી રીતે બોલી શકો ! જુવો હું પણ એક છોકરી છું. આજે શિક્ષિકા બનીને મારા પગભર બની છું. તમારી દીકરી ભણાવશો નહિ, તો તેને લખતા વાંચતા નહિ આવડે તો લોકો તેને છેતરશે. શિક્ષિકા બેનની વાત સાંભળીને ગીતાની માને પોતાની ભૂલ સમજઈ ગઈ. અને તેમણે ગીતાને રોજ નીશાળ મોકલવાનું વચન આપ્યું.

ગીતાતો ખુશ ખુશ થઇ ગઈ. અને પોતાની વર્ગ શિક્ષિકા બહેનને વળગી જ પડી.


Rate this content
Log in

Similar gujarati story from Children