STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

3  

Thakkar Hemakshi

Inspirational

દીકરી કમળના ફૂલ જેવી

દીકરી કમળના ફૂલ જેવી

3 mins
145

ઉત્તરાખંડના દેહરાદૂન શહેરમાં મનોજ અને મંજુ દંપતીની વાર્તા છે. જે દેહરાદૂનમાં એક દવાખાનામાં કામ કરતા હતાં. મનોજ કાર્ડિયોલોજિસ્ટ અને મંજુ ગાયનેક હતી. મનોજ અને મંજુના દવાખાનામાં રોજ દર્દી આવતા હતા અને એના સગાંવહાલાં સમજું હતા. આમ કામ સરસ ચાલી રહ્યું હતું પણ મંજુને કેટલા વર્ષ થઈ ગયા પણ એને કોઈ સંતાન ન હતી. તેણે એના પતિને દત્તક લેવાનું કહ્યું પણ મનોજે ના પાડી મારે બીજેથી સંતાન નથી જોઈતું. મંજુ ઉદાસ થઈ ગઈ પણ કાંઈ બોલી નહીં.

દવાનો ડીલર બધી પ્રકારની દવા વેચતો હતો પણ એક દિવસ ખબર પડી કે એ દીકરો આવવાની દવા દેહરાદૂનથી દૂર એક ગામમાં વેચતો હતો પોતાના નફા માટે. મંજુએ એને ખુબ સમજાવ્યો પણ એ માન્યો જ નહીં.

એક દિવસ મંજુની સખી રીનાએ કીધો મારા ઘરથી દૂર એક ગામમાં હંસાબેન રહે છે. એની વહુ ગર્ભવતી છે એટલે એની તપાસ માટે મોકલીશ પણ એની સાસુ વિચિત્ર છે સંભાળી લેજે. મંજુએ કીધું હા મોકલજે હું તપાસ કરીને જણાવીશ. રીના એ કીધું ભલે.

બીજે દિવસે રીનાના ઓળખતા હંસાબેન એની વહુ સાથે દવાખાનામાં આવ્યા. એમને એમની વહુને દીકરો થાય એની દવા માંગી. મંજુએ કીધું એવી કોઈ દવા નથી.

હંસાબેન માનવા તૈયાર જ ન હતા કે એવી કોઈ દવા નથી. બીજા ડોક્ટરે મને દવા આપી છે. એ તો બહારગામ ગયા છે એટલે તમારી પાસે આવી છું.

હંસાબેનને કહ્યું અહીંયા નથી મળતી એવી ખબર હોત તો મારી વહુને અહિયાં લઈ ન આવત.

મંજુએ મનમાં વિચાર્યું જ્યાં સુધી પ્રજા અભણ રહેશે ત્યાં સુધી આવા લોકો એમને મૂરખ બનાવતા રહેશે.

પછી હંસાબહેને કહ્યું જલ્દી દવા આપો નહીં તો હું બીજે જાવ છું.

મંજુએ કહ્યું તમે કેમ સમજતા નથી આવી કોઈ દવા જ નથી. હંસાબેને કહ્યું અમારી બાજુમાં આપી છે એને દીકરો જ થયો હતો. મંજુએ કીધું આ બધું ખોટું છે પણ એ સમજવા માંગતા ન હતા.

હંસાબને કીધું સોનોગ્રાફી કરાવો મારે જાણવું છે દીકરો છે કે દીકરી ? મંજુએ કહ્યું.આ બહુ મોટો ગુનો છે.

હંસાબેને કહ્યું મારી વહુએ ત્રણ દીકરી જણી છે હવે દીકરો જ જોઈએ. મંજુએ કહ્યું આ માત્ર ભગવાનના હાથમાં છે બાકી કોઈ નથી જાણતું.

હંસાબેને મંજુની વાત સમજ્યા નહીં અને ત્યાંથી નિકળી ગયા.

પછી હંસાબેને રીનાને ફોન કર્યો અને મંજુની ફરિયાદ કરી મને દીકરા થવાની દવા જ ન આપી.

રીનાએ મંજુને ફોને કર્યો શું થયું ? મંજુએ કહ્યું દીકરા આવવાની દવા જ નથી તો હું ક્યાંથી આપું ?આ બધી ખોટી માન્યતા છે ઘણા લોકો પૈસા મેળવવા માટે લોકોને બેવકૂફ બનાવે છે. એ ભણ્યા નથી એનો નતીજો છે અને એના લીધે લોકો ફાયદો ઉઠાવે છે.

પાછો હંસાબેનનો ફોન આવ્યું રીનાને. દીકરાં થવાની દવા જ ન આપી .રીનાએ કહ્યું મંજુ બરાબર કહે છે તે વર્ષોથી ગાયનેક છે. તે ખોટું ન બોલે. હંસાબેને ફોન મૂકી દીધો.

થોડી વાર પછી હંસાબેનને ક્યાંકથી ખબર પડી દીકરી છે એટલે એને મારવા તૈયાર થઈ ગયા હતા ને ડૉક્ટર પણ ભળેલો હતો એમની સાથે. જયારે રીનાને ખબર પડી એટલે એણે મંજુને તરત ફોન કર્યો.મંજુ ત્યાં તરત પહોંચી ગઈ એને એને બચાવી લીધી અને પોતે તેને ઘરે લઈ આવી ને સાસું અને મનોજને કહ્યું દીકરી તો ભગવાનનું વરદાન છેજ પણ દીકરી તો તુલસીનો ક્યારો અને કમળનાં ફૂલ જેવી છે. જે હંમેશા સુવાસ ફેલાવે છે પણ એ વાતને ગામનાં લોકો ક્યારે સમજશે ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational