દીકરી ઘરની દીવડી
દીકરી ઘરની દીવડી


એક ગામ હતું. આ ગામમાં એક પરિવાર રહેતો હતો. શાંતિ પરિવાર. જ્યાં દીકરાઓને વધારે માન મળતું હતું. દીકરાઓને ભણાવવામાં આવતા હતા. જયારે દીકરીઓને ઓછું માન મળતું. તેમને ભણાવવામાં આવતા નહિ. તેમના ઘરમાં એક દીકરો હતો. જેનું નામ હતું વિજય. આ વિજયની એક બહેન હતી તેનું નામ મુન્ની હતું.
વિજય રોજ ભણવા જતો હતો. જયારે મુન્ની આખો દિવસ ઘરનું કામકાજ કરતી હતી. પણ વિજયને આ વાત બિલકુલ ગમતી નહિ. તે શાળાએથી આવ્યા પછી શાળાની બધી જ વાતો મુન્ની કરતો. મુન્નીને પણ શાળાની વાતો સંભાળવાની મજા આવતી. તેને પણ શાળામાં જવાની ખુબ ઈચ્છા થતી પણ તેને મા-બાપ તેને શાળાએ મોકલતા નહિ. કરણ કે જો મુન્ની શાળા એ જાય તો ઘરનું કામકાજ કોણ કરે ?
એક દિવસની વાત છે. ગામમાં એક એન.જી.ઓ. સંસ્થામાંથી કેટલાક સ્વયમસેવક ભાઈઓ આવ્યા હતાં. તેઓ ગામમાં શેરી શેરીમાં ફરીને ગામ લોકોને શિક્ષણના અને સ્વચ્છતા વિષે બોધ આપતાં હતાં. તેઓ દીકરીને ભણવાની વાતો પણ કરતાં. ત
ેમને જોઈને વિજયને એક વિચાર આવ્યો. તે આ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ માટે જાગૃતિનું કામ કરતાં ભાઈઓને જઈને મળ્યો. અને આખી વાત કરી, કે ‘મારી બહેન મુન્નીને ભણવાની ખુબ જ ઈચ્છા છે, પણ મારા માતા-પિતા તેને ભણાવતા નથી. તેની પાસે ઘરકામ કરાવે છે. તમે એમને સમજાવો.’
બસ પછી શુ ! બીજા દિવસે એ એન.જી.ઓ. વાળા સીધા વિજયના ઘરે પહોંચી ગયા. તેમને મુન્નીના માતા-પિતાને દીકરીને ભણાવાનું મહત્વ સમજાવ્યું. દીકરી એ ઘરનો દીવો છે. ભણેલો દીકરો એક ઘર અજવાળે છે, જયારે ભણેલી દીકરી બે ઘરમાં અજવાળું કરે છે. પહેલાં તો મુન્નીના મમ્મી પપ્પા માન્યા નહિ. પછી જયારે એમને ખબર પડી કે દીકરીને ન ભણાવવી એ કાનૂની અપરાધ છે. ‘શિક્ષણનો અધિકાર અધિનિયન ‘ દીકરા દીકરી બંને માટે સરખો છે.
આ બધું સાંભળ્યા પછી મુન્નીના મમ્મી-પપ્પાને એમની ભૂલ સમજાઈ. તેમને બીજા જ દિવસે મુન્નીનો દાખલો વિજયની શાળામાં કરાવી દીધો. હવે મુન્ની પણ બધાની સાથે રોજ નિશાળે જવા લાગી.