YOGITA DESAI

Abstract Drama Thriller

3  

YOGITA DESAI

Abstract Drama Thriller

દીકરી છું પણ વ્હાલી

દીકરી છું પણ વ્હાલી

1 min
14.6K


બની દીકરી જન્મી છું હું આ આંગણમાં,

મમ્મી-પપ્પાની વ્હાલી બનવાં આવી જગતમાં,

બની ફૂલ ખીલી હું આ સુંદર બાગમાં,

સુવાસ ફેલાવવાં આવી છું આ પરીવારમાં,

બની કમળ ઉગી છું હું આ સરોવરમાં,

શીખવાં જ્ઞાનનાં પાથ આ જીવનમાં,

બની અભણ આવી છું આ શાળામાં,

પાઠ શીખવાં માટે સારા સંસ્કારનાં,

બની પતંગિયું ઉડુ છું આ વનરાવનમાં,

પુરાં કરવાં અરમાન ઉડીશ આકાશમાં,

બની ખુશી આવી છું આ સુંદર ઘરમાં,

ખુશીઓ ફેલાવવાં મારા કુટુંબમાં,

બની પારકી ચાલી જઈશ બીજા ઘરમાં,

યાદો છોડીને બધી આ પરિવારમાં,

બની મહેમાન પછી આવીશ આ ઘરમાં,

ખોવાઈ જઈશ હું મારાં ભૂતકાળમાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract