Hiren Sorathiya

Inspirational Children Abstract

3  

Hiren Sorathiya

Inspirational Children Abstract

ધીરજ એક લઘુકથા

ધીરજ એક લઘુકથા

1 min
6.8K


'મમ્મી' આપણે સુખી કેમ થઈ શકીએ?' દસ વર્ષના વિવાને સવાલ પૂછ્યો.

 

'કેમ, બેટા આજ આવું પૂછો છો?'

 

'આજ સ્કૂલમાં ટીચર કહેતા હતાં. હંમેશા હેપ્પી રહેવું.'

 

'ઓકે, ચાલ હું સમજાવું. પેલો સેવ મમરાનો વાટકો અહીં લઈ આવ!' મમ્મીએ કહયું. 

 

'આ લ્યો, મમ્મી વાટકો.'

 

સેવ મમરા ભરેલા વાટકામાં એક વટાણો નાખીને. 

 

'બેટા, હવે આમાંથી માત્ર વટાણો કાઢીને ખાઈ લે.'

 

વિવાન વટાણો લેવા પ્રયાસ કરે છે. પરંતુ એકદમ વટાણો લેવા જતાં, ધીમે ધીમે બધા મમરા ઢોળાઈ જાય છે.

 

'મમ્મી, આ તો બધા મમરા ઢોળાઈ ગયા.' વિવાન ગુસ્સામાં બોલ્યો. 

 

'સુખનું પણ એવું જ છે બેટા. તમારે જે જોઈએ તે મેળવવા અધીરા ન થાવ. રસ્તામાં આવતી, દરેક પરિસ્થિતિઓનો આનંદ લેતા જાવ. અને અંતમાં તમને જે જોઈએ તે મળી જશે. તેનું નામ સુખ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational