ડોશી અને દેડકો
ડોશી અને દેડકો


ડોશીમાં દરરોજ ગોરમયે જાય. ડોશીમાં કહે ‘ બધાને દીકરા અને વહુ. મારે દીકરો નહી અને વહુ પણ નહી. દીકરાની વહુ રસોઈ બનાવી રાખે. મારે થોડી દીકરાની વહુ કે રસોઈ બનાવી રાખે? ‘
પછી ડોશીમાં ને હાથમા ફર્ફોલો પડ્યો પછી ડોશીમાએ ફર્ફોલો ફોડ્યો તેમાંથી દેડકો નીકળ્યો તો ડોશીમાં કહે કે આ મારો દીકરો. ડોશીમાં તેને દરરોજ નદીએ નહાવા લઇ જાય અને ડોસીમા નદીના કાંઠે નહાય અને દેડકો બીજી બાજુ નહાવા ચાલ્યો જાય. ત્યાં રજાનો મહેલ હતો . તે મહેલ મા એક રાજકુમારી દેડકાને જોતી હતી. દેડકો સ્વયં પુરષોત્તમ ભગવાન નું રૂપ લઇ સ્નાન કરતો. એ કુવારી બેઠી બેઠી જોવે. ત્યારે એ રાજાની કુંવરી તેના ઘોડા નાં તબેલા મા જઈ સુઈ ગઈ.
ત્યારે બાની વાસીદું કરવાં ગઈ તે રાજ્કુવારીને ઘોડા નાં તબેલામા સુતા જોઈ ગઈ. અરે કુંવારી બાં તમે અહિયાં શું કરો છો અમે બધાં એ તમને ગોતી ગોતી ને આખું ગામ ફરી વળ્યા. તમને તમારા માતા પિતા પણ શોધે છે. કીધું.ત્યારે કુંવરી એ કીધું કે આ વાત કોઈને કેહતા નહી . ત્યારે બાની કહે બાર અને બાર ચોવીસ વર્ષ સુઈ રહે તો પણ મારે શું. બાની આમ બોલતી બોલતી ચાલી.
આ વાત રાજા સાંભળી ગયા. ત્યારે રાજા બની ને કહે શું બોલે છે તું? ત્યારે બની કહે તમારી કુંવરી ઘોડા નાં તબેલા મા સુતા છે અને તે મને કહે કે માતાપિતાને જાણ ન કરતા. રાજા રાણી તબેલા મા કુંવારી પાસે ગયા. અને કહ્યું, ‘ હે કુંવારી બા તમે અહી કેમ સુતા છો? કોઈએ કઈ કીધું તો સજા અપાવું.’ ‘ નાં, કોઈ ખરાબ નથી બોલ્યું. મારે તો બસ પરણવું તો પેલા ડોશી માનાં દેડકા સાથે જ. ગમે તેમ કરો પણ પેલા ડોશીમાના દેડકા સાથે પરણાવો તો જ અહી થી ઉભી થાઉં. નહી તો નહી. ત્યારે રાજાએ કહ્યું ચાલો તમને ડોશીમાના દેડકા સાથે પરણાવું. રાજ કુવારી તબેલા માંથી ઉભા થઈને રાજમહેલ મા આવ્યાં. ત્યારે રાજાએ સૈનિકો ને હુકમ કર્યો . ડોશીમાં ને રાજમહેલ મા બોલાવી લાવો. સૈનિકો ડોશીમાને ઘરે ગયા અને કહ્યું તમને રાજમહેલ મા બોલાવ્યા છે. ‘ અરે માડી મારું શું કામ પડ્યું. હું કોઈને કઈ બોલી નથી, માર્યું નથી, મારે તો હું ભલી ને મારો દેડકો.
ડોશીમાં તો બિચારા રડતા રડતા રાજમહેલ મા આવ્યાં. અને કહ્યું ‘મારું શું કામ પડ્યું?’ રાજા કહે ‘ તમારા દેડકા સાથે મારી રાજ્કુવરી નિ સગાઇ કરવી છે. ડોશી મા કહે ‘અરે તમે રાજા અને હું સાધારણ ડોશી અને મારાં દેડકા સાથે થોડી સગાઇ કરાય?’ રાજા કહે ‘તમે ગમે તે કહો પણ મારી કુવારી નિ સગાઇ તો તમારા દેડકા સાથે જ કરવાની છે.’
ડોશીમાં કહે મારે તો ઝુપડું છે. રાજમહેલ નહી, તમારી કુંવરી આ ઝુપડામાં રહે! ડોશી કહે મારી એક શરત છે’ રાજા કહે ‘તમે કહો. શરત મંજુર છે.’ ડોશી કહે એક ગોળો રૂપિયા આપવા પડશે. રાજા કહે હા આપીશું.. ડોશી પાક્કા હતાં. એક કોઠી મૂકી ઉપર એક ગોળો મુક્યો. એક કાણું પાડ્યું. આવે કોઠી ભરાય તો ગોળો ભરાય ને. કોઠી ભરાઈ એટલે ગોળો ભરાયો. રાજા કહે ઘડિયા લગ્ન કરવાનાં. કાલ તમે જાન લઈને આવજો. ડોશી મા નાં દેડકા સાથે આખું ગામ જોવા આવ્યું. ડોશીમાં નાં દેડકા સાથે કુવરી નાં લગ્ન થયા. જયારે પરની ને આવ્યાં ત્યારે ઝુપડી નિ જગ્યા એ રાજમહેલ થઇ ગયો.
ડોશીમાં રહી ગયા પાછળ. તે એમનું ઝુપડું ગોતવા લાગ્યા. પછી ગામ લોકો એ કહ્યું ડોશીમાં તમારા ઝુપડા નિ જગ્યા એ જ રાજમહેલ થઇ ગયો છે. જયારે સાંજ પડી ત્યારે કુવરી બાએ દેડકા ને કહ્યું ક એટમે તમારા અસલી રૂપમાં આવો મને તમારી બધી ખબર છે. ત્યારે દેડકો પુરષોત્તમ ભગવાન બની ગયો. કુંવરી એ ડોશીમાં ને કહ્યું ‘ આ કોઈ દેડકો નથી આ તો પુરુષોત્તમ ભગવાન છે. પછી કુવરી એ રસોઈ બનાવી.મા અને દીકરો જમવા બેઠાં. અને વહુ બા પીરસે.
પુરુષોત્તમ ભગવાન જેવા ડોશીમાને ફળ્યા તેમ સૌને ફળજો.
-જો તમે સાચા માંથી ભગવાનને ભજશો. તની પ્રત્યે શ્રદ્ધા રાખશો. તો ભગવાન તમારી ભેરે જરુર આવશે. ભગવાન તમને ફળશે.