ચટાકીયો રંજન
ચટાકીયો રંજન


એક રંજન નામનો છોકરો હતો. તે તેના માતાપિતા ના લાડકવાયો હતો. તેને ચાર મોટી બહેન હતી. તે કેટલીય માનતાઓપછી આવેલો હતો. નાનપણથી જ એટલો ચટાકિયો હતો. અને માબાપ ને એમ કે નાનો છે . મોટો થશે એમ સુધરી જશે. રંજન મોટો થયો અને નિશાળે જાવા લાગ્યો. તે ભણવામાં ઓછું રમવામાં વધારે લાગતું. જે વિદ્યાર્થીઓ ભણવામાં હોંશિયાર હતા તેમને શિક્ષકો ખૂબ પ્રેમ કરતા. પણ રંજન એમનાથી ચીડતો અને તંગ કરતો. ભણવામાં ઠોઠ , કામચોર,તોફાની બાળકો જ રંજન ના મિત્રો હતા.
બાળકો પોતાના જીવનમાં સારા નરસા મિત્રો ઓળખી શકતા નથી. એટલે વાલીઓએ જ ધ્યાન રાખવું પડે. પછી રંજન ના ઘરે જ માતાપિતાએ શિક્ષક ની વ્યવસ્થા કરી. શાળામાં રંજન જેમતેમ કરી પાસ થતો. પોતાના પૈસા ભાઈબંધો ના નાસ્તા પાછળ વાપરતો. ઓછા પડે તો માતાના પાકિટમાંથી ચોરતો. તેને રોજ બહારની ચીજો ખાવાની ટેવ પડી ગઈ. થોડા દિવસ પછી એ બીમાર પડ્યો. અને દવાખાનામાં ખસેડાયો. ઘણા પ્રયત્નો અને ખર્ચ પછી એ સાજો થયો.
સજા થતા જ બહાર ના નાસ્તાની માંગ કરવા લાગ્યો. પણ માતાની ચોખ્ખી ના હોવાથી આખરે હઠ છોડી દીધી. અને જલ્દી સાજો થવા લાગ્યો.
એન તે સમઝી ગયો બીજાની ચડામણી માં ક્યારેય આવવું નહીં અને દેખાદેખી કરવી નહીં. અને સજા થાય બાદ શાળા ફરી ચાલુ કરી. ભણીગણીને ને નોકરી મેળવી. અને માતાપિતાની સેવા કરવા લાગ્યો. આમ સુધરી ને જીવન સારું બનાવ્યું.