SHITALBEN JOSHI

Children

3.0  

SHITALBEN JOSHI

Children

છોકરાનું તોફાન

છોકરાનું તોફાન

2 mins
430


એક ગામ હતું. તે ગામમાં એક હાઇસ્કુલ હતું. તેમાં મોહનલાલ કરીને એક શિક્ષક બાળકોને ભણાવતા હતા. આ મોહનલાલ ખુબ સારા અને પ્રેમાળ સ્વભાવના હતા. તે જરૂરિયાતવાળા બાળકોને મદદ પણ કરતાં હતા. જેમાં ગામના બધા છોકરા ભણતા હતા. તે જ હાઇસ્કુલમાં રમેશ નામનો છોકરો પણ ભણતો હતો. આ રમેશ આમતો ખુબ જ ગરીબ હતો. પણ તે ખુબજ તોફાની અને મસ્તીખોર હતો. તે હંમેશા બીજા છોકરાઓને હેરાન પરેશાન કરતો અને શિક્ષકોને પણ હેરાન કરતો. તેમની મજાક ઉડાવતો હતો.

મોહનલાલ સાહેબ એ રમેશના વર્ગના વર્ગશિક્ષક હતા. એક વખત મોહનલાલ સાહેબ વર્ગમાં ભણાવવા માટે આવ્યા. મોહનલાલ સાહેબ જેવા ખુરશી પર બેસવા ગયા રમેશે તે ખુરશી ખેંચી લીધી અને મોહનલાલ સાહેબ નીચે પડી ગયા. તેમ છતાં પ્રેમાળ અને દયાળુ સ્વભાવના મોહનલાલે રમેશને કશું જ ના કહ્યું. તેમણે ખબર હતી કે રમેશ નાદાન છે તેણે સારા ખોટાનો વિવેક નથી. જો તે રમેશની ફરિયાદ આચાર્ય સાહેબને કરશે, તો સાહેબ તેણે શાળામાંથી કાઢી જ મુકશે. અને તેનું ભણવાનું બગડશે. એટેલ તેમણે રમેશને માફ કરી દીધો.

એમ કરતાં સમય વીતવા લાગ્યો. પણ રમેશના તોફાન મસ્તી ચાલુ જ રહ્યા. હવે એક વખત હાઇસ્કુલમાંથી ગીરના જંગલમાં પ્રવાસ જવાનું આયોજન કરવામાં આવ્યું. શાળાના બધા બાળકો પ્રવાસની વાત સંભાળીને ખુશ ખુશ થઈ ગયા. રમેશ પણ ખુશ થઈ ગયો. પણ જયારે આચાર્ય સાહેબે જાહેરાત કરી કે પ્રવસ માટે ૧૦૦૦ રૂપિયા ફી રાખી છે, ત્યારે એવાત સાંભળી રમેશ ઉદાસ થઈ ગયો. કેમકે તેની પાસે પ્રવાસની ફી ભરવાનો એક રૂપિયો પણ નહતો. વળી તેના ઘરેથી પણ આટલા રૂપિયા મળી શકે તેમ ના હતા. એટલે તે પ્રવાસ જઈ શકે તેમ નહતો.

પ્રવાસનું આયોજન થઈ ગયા બાદ પ્રવાસમાં જવા બાળકોના નામની યાદી શાળાના નોટીસ બોર્ડ પર મુકવામાં આવી. રમેશે અમસ્તું જ પ્રવાસમાં જવાવાળા બાળકોની યાદી જોઈ. તો તેની નવાઈનો પાર ના રહ્યો. તે યાદીમાં તેનું પોતાનું નામ પણ હતું. તેમે ખુબ નાવાઈ કે તેણે તો પ્રવાસની ફીના પૈસા ભર્યા નથી તો તેનું નામ કેવી રીતે આવ્યું ! તેણે આ વાતની તાપસ કરી તો જાણવા મળ્યું કે તેની પ્રવાસના ફીના પૈસા તેના મોહનલાલ સાહેબે ભર્યા હતા. આ જાની તેણે પોતાની જાત પર ખુબ જ શરમ આવી. જે સાહેબની તે મજાક ઉડાવતો અને જેમણે તે હેરાન કરતો તેજ સાહેબે તને મદદ કરી હતી.

રમેશ દોડતો સ્ટાફ રૂમમાં ગયો. અને મોહનલાલ સાહેબના પગે પડી માફી માગવા લાગ્યો. સાહેબે પણ તેણે માફ કરી દીધો. એ દિવસથી રમેશને પોતાની ભૂલ સમજાઈ. તેણે તોફાન મસ્તી કરવાનું છોડી દીધું અને ભણવામાં ધ્યાન આપવાનું શરુ કર્યું. પરિણામે તે શાળામાં પ્રથમ નંબરથી પાસ થઈ ગયો. પ્રેમથી ગમે તેવા ખરાબ માણસને બદલી શકાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Children