Animesh ...

Inspirational Romance Tragedy

3  

Animesh ...

Inspirational Romance Tragedy

બોનસ

બોનસ

3 mins
14.6K


"આ વખતે હું કોઈનું માનવાની નથી કઇ દઉં છું." રસોડામાંથી માથાના વાળ ઊંચા બાંધતી બાંધતી નૂપુર બહાર અનિમેશને કહેવા લાગી.

"આ વખતે દિવાળીના બોનસમાંથી હું એક પણ રૂપિયો કોઈને આપવાની નથી."

"અરે ભાઈ બોનસ શું હું આખે આખો તારો જ છું ને." અનિમેશે નૂપુરને કમરમાંથી પકડીને પોતાની તરફ ખેંચતા કહ્યું.

"મને ખબર છે તમે દર વખતે મને આ રીતે સમજાવી દો છો. આ વખતે હું કોઈનું માનવાની નથી."

"ઓકે, બાબા આ બોનસમાંથી તારી મનગમતી ડિઝાઈનર ચણિયાચોળી પાક્કી."

નૂપુર અને અનિમેશ અમદાવાદમાં રહેતું સામાન્ય મધ્યમવર્ગીય દંપતી હતું. જેમને પગાર સિવાયની જે કાંઈ વધારાની આવક મળવાની હોય તે કઈંક નવી ખરીદી કરવા માટેનો એક માત્ર સ્ત્રોત હતો. લગ્નના બે વર્ષ થયાં હતાં તેમનો સંસાર આમ તો આનંદમય હતો. પરંતુ નૂપુર થોડા ઉચ્ચ મઘ્યમવર્ગીય પરિવારમાંથી આવી હતી. આખર તારીખની કટોકટી હજુ તેણે જોઈ નહોતી. અનિમેશ મા - બાપનું એકનું એક સંતાન હતો. પિતાની ગામડે નાની કરિયાણાની દુકાન હતી જેમાં આવકના નામે ઘરમાં વપરાતા ચા ખાંડ સિવાય કંઈ નહોતું.

નૂપુરના લગ્ન થયાં તે પહેલાં તેણે અનિમેશને કહ્યું હતું મારે લગ્નની ભેટમાં ડીઝાઇનર ચણિયાચોળી જોઈએ. અનિમેશે હા તો પાડી પણ લગ્નનો ખર્ચ કરતાં કરતાં તે અનારકાલી ડ્રેસ માંડ ગિફ્ટ આપી શક્યો. નૂપુરને દુઃખ તો લાગ્યું પણ નવા લગ્નજીવનના રોમાંચમાં ચણિયાચોળી વિસરાઈ ગઈ.

ત્યારબાદ તેના જન્મદિવસ, અનિમેશના જન્મમદિવસ તેમજ મેરેજ એનિવર્સરી દરેક વખતે તેની એજ ડિમાન્ડ રહેતી અને દરેક વખતે અધૂરી જ રહેતી. એટલે આ વખતે તેણે દિવાળીના બે મહિના અગાઉથી જ અનિમેશને કહેવા માંડ્યું હતું. અનિમેશ પણ આ વખતે ચણિયાચોળી લેવા માટે મક્કમ હતો.

એક શનિવારે સાંજે બંને માર્કેટમાં જઈને ઘણી બધી દુકાને જઈને ચણિયાચોળી જોઈ આવ્યાં હતાં.

"મારે છે ને વેલ્વેટ ઉપર નેટવાળાં જ લેવાં છે, પેલી કવિતાએ તેની બહેનના લગ્નમાં પહેર્યાં હતાં તેની કરતાં પણ સારાં. એ ચિબલી મને ઘડીએ ઘડીએ તેનાં ચણિયાચોળી કોઈના કોઈ બહાને બતાવ્યા જ કરતી હતી. હું પણ તેને આ વખતે બતાવી દઈશ કા... અનિમેશ ?"

"હા... હા... કેમ નઇ... મારી નૂપુર રાણી કાઈ થોડી કોઈનાથી કમ છે."

સાંજે ઘરે આવીને નુપૂરે ફોન કરીને તેની બહેન, મમ્મી અને પેલી કવિતાને તો ખાસ કંઈ દીધું કે હું ચણિયાચોળી પસંદ કરી આવી છું. બે દિવસ પછી લેવા જવાની છું.

તે રાત્રે નૂપુરને ઊંઘ ન આવી. આખી રાત ચણિયાચોળી કેવી રીતે પહેરશેને કેવી લાગશેને કેવો મેકઅપ કરશે એજ વિચાર્યા કર્યું.

ફાઇનલી તે દિવસ આવી ગયો. આજે અનિમેશને બોનસ મળવાનું હતું. તેણે અનિમેશને કહી રાખ્યું હતું કે તું આજે વહેલો આવજે, આપણે સાંજે જ જઈને લઇ આવશું. તેણે બધી રસોઈ પણ તૈયાર રાખી હતી. આજે અનિમેશનો મનપસંદ ગાજરનો હલવો, પુલાવ અને લસણીયા બટાકાનું શાક બનાવી નાખ્યું હતું. એટલે અનિમેશ આવે તરત બજારમાં જઇ ચણિયાચોળી લઈ આવીને પછી ઘરે આવીને રોટલી કરવાની જ રહે.

એવામાં ડોરબેલ વાગી.

નૂપુરને ચાલવા જાય ત્યાં દોડાય જાય એવી સ્થિતિ હતી. તેણે જલ્દીથી દરવાજો ખોલ્યો.

"અનિમેશ હું તૈયાર જ છું. તું ફ્રેશ થય જા એટલે આપણે જલ્દી જઈએ." અનિમેશ કઇ બોલ્યો નહીં. નૂપુર તેના પર ધ્યાન આપ્યા વિના રસોડામાં પાણી લેવા જતી રહી.

"નૂપુર, સોરી." અનિમેશ નીચું જોઈ ધીમા અવાજે બોલ્યો. નૂપુરને પણ કઇક અજુગતું થયાનો અણસાર આવી ગયો.

"આજે બપોરે પપ્પાનો ફોન આવ્યો હતો, મમ્મીનો પાણી ભરતા પગ લપસ્યો અને પડી ગયા. ગોઠણમાં ફ્રેક્ચર આવ્યું. બધા પૈસા પપ્પાને મોકલવા પડ્યા."

"આ વખતે જવા દઉં છું આવતી દિવાળીના બોનસમાંથી હું એક પણ રૂપિયો કોઈને આપવાની નથી જો કહી દઉં છું."

આંખના ખૂણે બાઝેલું એક ટીપું લૂછતી લૂછતી નૂપુર રસોડામાં રોટલી કરવા જતી રહી.


Rate this content
Log in

More gujarati story from Animesh ...

Similar gujarati story from Inspirational