BHARATCHANDRA SHAH

Inspirational

2  

BHARATCHANDRA SHAH

Inspirational

ભૃણ હત્યા

ભૃણ હત્યા

6 mins
388          જાપાનના ટોકિયો ખાતે આંતરરાષ્ટ્રીય કરાટે માર્શલ આર્ટની સ્પર્ધા હતી જેમાં ભારતથી ૫ કરાટે કાઓ ગઈ હતી, જેમણે ફાઇનલમાં જાપાનની કરાટે કાઓને હરાવી અલગ અલગ શ્રેણીમાં વિવિધ પદકો જીત્યા હતાં. શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલમાં વિજેતાઓને પદક અને ચેક આપીને સત્કાર કરવામાં આવનાર હતો. અલગ અલગ શ્રેણીમાં પ્રથમ વિજેતાઓને સુવર્ણ અને ૫ લાખનો ચેક તેમજ દ્વિતીય વિજેતાને રજત પદક અને ૨.૫૦ લાખનો ચેક અર્પણ થવાનો હતો. પ્રથમ વિજેતા બનનાર કરાટે કા રીમા એક સામાન્ય માતાપિતાની દીકરી હતી. જિલ્લા અને રાજ્ય સ્તરપર તેણીએ બહુ અવોર્ડ મળ્યાં હતાં.

           

         સંપતભાઈ સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. સંપતભાઇ સામાન્ય પિતાના દીકરો. આજથી ૨૨ વર્ષ પહેલાં સંપતભાઈના લગ્ન ગરીબ પરિવારના માતા પિતાની ચોથા નંબરની દીકરી રમીલા જોડે થયા હતાં. લગ્ન પછી બન્ને વર વધૂ નજીકમાં હિલ સ્ટેશને હનીમૂન માટે ફરવા ગયા હતાં. છોકરો જોઈએ કે છોકરી તે બાબત બંને વચ્ચે વિવાદ થયો હતો પણ પત્ની રમીલા સમજુ હતી એટલે તેણીએ નમતું જોખ્યું અને વિચારીને કહ્યું," જે થાય તે છોકરો કે છોકરી શું ફરક પાડવાનો?"    

             

         પત્ની પ્રેગનન્ટ થતાં બંને ખુશખુશાલ હતાં પણ સંપતભાઈના મનના ખૂણામાં શંકાનો એક કીડો સળવળતો હતો. જો પુત્રી થઈ તો?

સાતમાં મહિને પત્ની રમીલાનું સીમંત થયું. સંપતભાઇના મનમાં ગર્ભ પરિક્ષણ કરી લેવાનો વિચાર આવ્યો. તેમણે આ વિચાર પત્ની સમક્ષ વહેતો મૂક્યો. પતિનો વિચાર જાણી પત્ની વિમાસણમાં મૂકાઈ ગઈ. તેણીની બિલકુલ ઈચ્છા નહોતી પણ પતિની જીદ આગળ તે કંઇ બોલી ન શકી અને ના છૂટકે મૂક સંમતિ આપી.

               

          ગર્ભ પરિક્ષણ કરવાના બે દિવસ પહેલાં જ સંપતભાઈને રાતના સપનું આવેલું. ગર્ભમાં રહેલ પુત્રી કલ્પાંત કરતા કહેતી હતી કે," પાપા, મને આ ફાની દુનિયામાં અવતરવા દો. મને જીવતે જીવ ના મારો. તમે અને મમ્મીએ આ દુનિયા જોઈ, મને પણ જોવી છે. તમારી ઇજ્જત જાય,તમારું નામ ખરાબ થાય, કલંકિત થાય એવું કૃત્ય ન કરવાનું હું તમને વચન આપું છું. તમે જેમ કહેશો તેમ જ કરીશ. તમારા મરજી પ્રમાણે જીવીશ પણ મને અવતરવા દો. " સંપતભાઈ ઉપર આ સપનાની ઊંડી અસર થઈ. પુત્રીને અવતરવા દીધી. મન અંદરથી ખાટુ થયેલું હતું પણ માનવી લીધું. સારા દિવસે પુત્રીનો જન્મ થયો. પુત્રીનું સારા સંસ્કારોનું સિંચન કરતાં હતાં. સારા વિચાર, સારું જ્ઞાન આપતાં હતા. રીમા દિવસે દિવસ મોટી થતી હતી. શાંત સ્વભાવ, ભણવામાં અવ્વલ, ખેલકૂદમાં પણ અવ્વલ. રીમાને કરાટે માર્શલ આર્ટમાં વિશેષ રુચિ હતી. તેણીએ કરાટે ક્લાસમાં પ્રવેશ મેળવી લીધો હતો. અધરી તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી બ્લેક કમાન્ડોની પણ તાલીમ મેળવી લીધી અને અંતે બધીજ તાલીમમાં સફળ થઈ હતી. શાળા, કોલેજ, તાલુકા અને જિલ્લા અને રાજ્ય સ્તરપરની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ તેણીએ ઢગલા એવોર્ડ જીત્યા હતાં. સપનામાં પુત્રીએ જે કહ્યું હતું તે બધું જ સાચે પડ્યું હતું. પિતા સંપતભાઈની આંખો ઝળહળી ઉઠી.

‌           

         આયોજકોએ રીમાને બે શબ્દ બોલવા વિનંતી કરી. રીમાએ કહ્યું," આ એવોર્ડ અને સન્માન હું મારા માતા-પિતાના ચરણોમાં અર્પણ કરું છું. આ જીત તેમની છે મારી નથી. જો મને ન અવતરવા દીધી હોત તો... બોલતાં બોલતાં રીમાને ડૂમો ભરાઈ આવ્યો. આજકલ મહિલાઓનું શોષણ અને બળાત્કારના કિસ્સા બહુ જ વધી ગયા છે. એકલી નારી સામનો કરવા સક્ષમ નથી આથી દરેક મા બાપે દીકરીના રક્ષણ માટે, બળાત્કારીઓને સામનો કરવા માટે આ જાપાનીઝ યુદ્ધ કલાની તાલીમ અવશ્ય અપાવવી જ જોઈએ. દરેક માતા પિતાને મારી નમ્ર વિનંતી છે કે પોતાની વહાલસોય દીકરીને બચાવવી હોય તો આ યુદ્ધ કલાની તાલીમ માટે મોકલવી જ જોઈએ.

        

       અચાનક તાળીઓના ગડગડાટથી સંપતભાઇની વિચારધારા અટકી તે સફાળા જાગ્યા. પુત્રી રીમાને પદક પહેરાવ્યું. ભાવવિભોર થઈ ગયા. પુત્રીને જન્મ આપ્યું તે લેખે લાગ્યો. તેમને આવેલું સપનું સાચું થયું. તેમને નિખાલસતાથી હાજર મહેમાનોની સામે કબલ્યું હતું કે એક સમયે તેમના મનમાં ભૃણ હત્યાનો વિચાર આવેલો. બધાને હાથ જોડી વિનંતી કરી કે દીકરીને આ દુનિયામાં અવતરવા દો.

      વાંચકો, દીકરીને અવતરવા દો. દીકરાની જેમ તે પણ પરિવાર, માતાપિતાનું નામ ઉજળું કરશે. દરેક ક્ષેત્રમાં હવે દીકરીઓ અગ્રેસર છે. કોઈ એવું ક્ષેત્ર હવે રહ્યું નથી જ્યાં મહિલાઓ નથી. ફક્ત પુરુષોની જ મોનોપોલી છે એવું હવે રહ્યું નથી. અવકાશમાં પણ હવે છોકરીઓ જતી થઈ છે. ભૃણ હત્યાના દુષ્પરિણામો અને કુદરતી સ્થિતિ કેટલી વકરશે અને ડામાડોળ થશે તે નીચેના અહેવાલ પરથી ખયાલ આવશે.


           વર્ષો પહેલાં જાણીતાં ગુજરાતી છાપામાં ચોંકાવનારા આંકડા વાંચવા મળ્યાં હતા. વાંચીને મન ઘડીબર સ્તબ્ધ થઈ ગયું. માણસને વિચાર કરતું કરી દે છે. ખરેખર ભૃણ હત્યા એક સામાજિક બદી છે. આ વાત એકલા ભારત પૂરતી સીમિત નથી. અન્ય દેશોમાં પણ એટલીજ હદે વકરેલી છે. 


          છાપામાં જણાવ્યાં મુજબ ભારતમાં દર ૧૦૮ પુરુષે ૧૦૦ સ્ત્રીઓનું પ્રમાણ છે. આપના પાડોશી દેશ ચીનમાં દરેક ૧૨૦ પુરુષે ૧૦૦ સ્ત્રીઓનું પ્રમાણ છે. તેમજ આઝરબઈઝન, આર્મેનિયામાં પણ આ જ પ્રમાણ છે જ્યારે જોર્જેનિયમાં આ પ્રમાણ દર ૧૧૮ પુરુષે ૧૦૦ સ્ત્રીઓનું છે.


          કેટલાંક મા-બાપ પુત્રને પ્રાધાન્ય આપે છે. કારણ કેટલાય સમાજમાં એવા મા- બાપને ઉચ્ચ સામાજીક દરજો મળે છે. આપણા ભારતની જ વાત કરવી હોય તો તેના અનેક કારણો છે. ભારતમાં કન્યાને પારકી થાપણ અને બોજ સમજવામાં આવે છે. પુત્રને વૃદ્ધાવસ્થામાં પોષણ પાડનારું સાધન સમજવામાં આવે છે. કેટલાય પિતાઓ પુત્રને તેમની ચિતાને અગ્નિદાહ માટે ધાર્મિક દૃષ્ટિથી અનિવાર્ય સમજે છે. અમુક પ્રકારના આકર્ષક વ્યવસાયી પરિવારો પણ આ દુષણમાં સપડાયા છે. વકીલ,ડોક્ટર, એન્જિનિયર તેમજ સારા વેપાર ધંધાવાળા, ઉધોગપતિઓ પોતાનો વેપાર ધંધો ઉદ્યોગ વ્યવસાય ટકાવી રાખવા પુત્ર જન્મને પ્રાધાન્ય આપતા હોય છે. આ કારણેજ પસંદગીના ગર્ભપાત તરફ વળે છે. અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજીની આ આડપેદાશ છે. જેથી માના ગર્ભમાં રહેલ બાળકની જાતિ જાણી શકાય છે.


          આટલી મોટી સંખ્યામાં અતિ સૂક્ષ્મ સ્વરૂપની સ્ત્રી હત્યામાં સૌથી મોટી સંખ્યામાં ચીન અને ભારત મોખરે છે. આ બન્ને દેશો આવનાર ૨૦ વર્ષમાં વિશ્વના સૌથી વધુ સમૃદ્ધ દેશો બનવાનાં સપનાં જોઈ રહ્યા છે. હવે યુરોપ અમેરિકા જાપાનનો યુગ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને એશિયાનો યુગ આવી રહ્યો છે. દીકરા- દીકરી અને ભ્રૂણ હત્યા વચ્ચેનો આ ભેદ જો યથાવત રહે અથવા વધે તો તે સમૃધ્ધ થવા મથી રહેલાં એશિયન દેશો પર એક કલંક રહેશે. સાથે સાથે બીજા અનેક સામાજિક પરિણામો વધી ગયા હશે. આર્થિક સુધારણા અને સ્ત્રીનું કમાણી કરવાનું વધતું જતું પ્રમાણ આ માન્યતામાં ધીમો બદલાવ લાવી રહ્યો છે. જ્યારે બીજી બાજું વિજ્ઞાન ટેકનોલોજીનો વિકૃત ઉપયોગ ઊંચું પરિણામ લાવી રહ્યો છે.


       આ જ વિકૃતિ જો ચાલુ રહેશે અથવા વધે તો ૨૦૩૦ સુધીમાં કરોડો એશિયન વાસી મુરતિયાઓને જોઇતી મનપસંદ કન્યા મેળવવાનું અશક્ય બની જશે. એવા અસંતુલિત પ્રમાણથી ઘણા સામાજીક દૂષણો વધશે. વ્યભિચાર, વેશ્યાવૃત્તિ અને ઇન્ટરનેટના માધ્યમથી સોશીયલ નેટ વર્કિંગ વેબ સાઈટો પરથી કન્યા પૂરી પાડવાની પ્રવૃત્તિમાં વધારો જોવા મળશે.


        આ બદી દૂર કરવાં દેશની સરકારો, રાજ્ય સરકારો અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. તેમજ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, મીડિયાઓ કરોડોના ખર્ચે પ્રચાર કરી રહ્યા છીએ. પણ આ પ્રચારનાં પડઘા કાળામાથાનાં માનવીના દિમાગ સુધી પહોંચે ખરો? હકીકતમાં આનો જવાબ "ના"માં અપાય છે. આવી સામાજીક બદી સાક્ષરતાનાં પ્રસાર અને આર્થિક વિકાસ થકી આપોઆપ દૂર થઈ જશે એવી માન્યતામાં આપણે ખોટા સાબિત થઈ રહ્યા છીએ.


‌       ૨૯૧૧ની ભારતની વસ્તી ગણતરીમાં પ્રાથમિક અહેવાલનુસાર જોઈએ તો આ બદી જે વિસ્તારોમાં પહેલાં નહોતી ત્યાં પણ આ બદી ઘર કરી ગઈ છે. ભૃણ હત્યા અને દીકરા દીકરી વચ્ચે ભેદ ભાવના નાબૂદ કરવાની ઝુંબેશ અને ભવિષ્યમાં ઉભા થનારા માઠાં પરિણામો સમસ્ત દરેક સમાજ, કોમ, ધર્મ, દેશ અને વિશ્વ માટે અતિ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. દરેક સમાજ, કોમ, ધર્મ, દેશ અને વિશ્વએ સાથે મળીને મુકાબલો કરવો પડશે.


Rate this content
Log in

More gujarati story from BHARATCHANDRA SHAH

Similar gujarati story from Inspirational