ANJALI RAJGOR

Children Inspirational

0.8  

ANJALI RAJGOR

Children Inspirational

ભિખારીની ખુમારી

ભિખારીની ખુમારી

2 mins
3.4K


એક નગર હતું. તેમાં ઘણા લોકો રહેતા હતા. આ નગરમાં એક ભિખારી પણ રહેતો હતો. તે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ ભિખારી ને એક ૧૦ વરસનો છોકરો પણ હતો.

હવે એક વખત આ ભિખારીનો છોકરો ખુબ બીમાર પાડ્યો. તેણે દવાખાને લઇ જવાની જરૂર હતી. પણ ભિખારી પાસે તેને દવાખાને લઇ જવાના પૈસા ન હતા. એટલે તેણે રસ્તા પર આવતી જતી ગાડીઓને ઉભી રાખી મદદ માંગવા લાગ્યો. પણ કોઈ ગાડીવાળા તેણે મદદ કરતાં નહિ.

એટલામાં એક શેઠ પોતાની ગાડીમાં બેસી ત્યાંથી નીકળ્યા. ભિખારીએ તેમની ગાડીની આડા ફરી તેમણે મદદ કરવા માટે વિનંતી કરી. શેઠે તને કહ્યું ‘તારે શું મદદ જોઈએ છે?’ ભિખારીએ કહ્યું, ‘મારો દીકરો ખુબ બિમાર છે. તેને દવાખાને લઇ જવો છે પણ તેના માટે પૈસા નથી. મને થોડી પૈસાની મદદ કરો.

શેઠને આ ભિખારીની દયા આવી. તેમણે ખિસ્સામાંથી દસ હજાર રૂપિયા કાઢીને ભિખારીને આપ્યા. ભિખારીએ શેઠનો આભાર માન્યો અને પોતાના બાળકને લઈને દવાખાને ગયો. પણ ત્યાં સુધીમાં તેના દીકરાનું દર્દ વધી ગયું હતું. દવાખાને જતાં જતાં રસ્તામાં જ તેના દીકરાનું મૃત્યુ થઈ ગયું. ભિખારી ખુબ દુખી થયો.

બીજા દિવસે ભીખરે વળી પાછો રોડ પર ઉભા રહીને પેલા પૈસા આપનાર શેઠની રાહ જોવા લાગ્યો. શેઠ નીકળ્યા એટલે તેણે ગાડી ઉભી રખાવી. શેઠે પૂછ્યું, ‘હવે શું છે? તારે વધારે પૈસા જોઈએ છે?’ ભિખારીએ રડતા રડતા કહ્યું, ‘ના શેઠ મારે વધારે પૈસા નથી જોઈતા. મારે તો તમારા પૈસા પાછા આપવાના છે.’ શેઠે પૂછ્યું કેમ, તારા દીકરાની સારવાર નથી કરાવાની?’ ભિખારીએ કહ્યું, ‘શેઠ મારો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. એટલે મારે આ પૈસાની જરૂર નથી. તમે આ પૈસા પાછા લઇ લો.’ એમ કહી તેણે શેઠને પૈસા પાછા આપ્યા.

ભિખારીની આ પ્રમાણિકતા જોઈ શેઠ રાજી થઈ ગયા. તેમણે તે ભિખારીને પોતાની ઓફિસમાં નોકરી આપી. ભિખારીનું જીવન ધોરણ પણ સુધારી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Children