Jignasha Trivedi

Inspirational

4.0  

Jignasha Trivedi

Inspirational

ભેટમાં 'મા'

ભેટમાં 'મા'

1 min
221


વિનય: (ફોન પર) 'જો નેહા એકજ દિવસની વાત છે ઑફિસેથી આવતા મમ્મીને લેતી આવજે. અડધો કલાકથી સમજાવું છું યાર મારી જોબનો સવાલ છે. ફોન પછાડે છે.' (બોસના ઘરે ) 

 વિનય: 'હેપ્પી મધર્સ ડે બોસ.'

બોસ: 'સેમ હિઅર. હેલ્લો એવરીવન ,હેલ્લો આંટી. એન્જોય ધ ફૂડ.'

વિનય: 'સ્યોર સર.'( જમે છે) 

બોસ:'હે કીડ્ડ, કમ હિયર, ચૂક્લેત ફોર યુ ! વિનયનો દીકરોને તું ?

બાળક: 'યસ, અંકલ. થેંક્યું.'

બોસ: લકી કિડ્સ. તું તારા દાદી, ને મોમ ડેડ પાસે રહે છે. મારે તો મોમજ નથી દાદી પણ.

કિડ્સ : નો અંકલ. હું ખાલી મમ્મી પપ્પા સાથે રહું છું. દાદી તો ઘરડાઘરમાં રહે છે આજે મમ્મી લેવા ગઈ હતી. એવું કહેતી હતી રાત્રે પાછા મૂકી આવશું. 

બોસ : હિયર ઇસ એન ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ લેડીઝ અને જેન્ટલમેન.

બોસ : (ઘૂંટણીયે પડી) હે, આંટી .. વિલ યુ બી માય મોમ. આપ મારા મમ્મી બનશો.મારી સાથે રહેશો. ( બા રડી પડ્યા)

બોસ : થેંક યુ, વિનય.મને તે ભેટમાં 'મા' આપી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational