NEET MALI

Children Drama Inspirational

3  

NEET MALI

Children Drama Inspirational

બગલાનું વચન

બગલાનું વચન

2 mins
2.5K


એક સુંદર જંગલ હતું. આ જંગલમાં એક મોટું તળાવ આવેલું હતું. જંગલના બધા પ્રાણીઓ આ તળાવમાં પાણી પીને પોતાની તરસ છીપાવતા હતા. આ તળાવમાં કાચબા, બતક, હંસ અને કેટલીક માછલીઓ પણ રહેતી હતી. આ તળાવમાં એક બગલો પણ રહેતો હતો. તેની નામ હતું બલ્લુ.

બલ્લુ બગલાને એક ખરાબ ટેવ હતી. આ બલ્લુ બગલો તળાવમાં જ્યાં રહેતો હતો. ત્યાં ખુબ જ ગંદકી કરતો હતો. તે જમ્યા પછી પોતાની ચાંચ પણ સાફ કરતો નહિ. કલ્લુ નામનો કાચબો આ બગલાનો મિત્ર હતો.

આ કલ્લુ કાચબો ઘણો જ સમજદાર હતો. તે ઘણીવાર પોતાના મિત્ર બલ્લુ બગલાને સમજાવતો કે, ‘તું આમ તળાવમાં ગંદકી ફેલાવે તે યોગ્ય ન કહેવાય. તને ખબર છે તળાવના બધા જ પ્રાણીઓ આ પાણી પીએ છે. અને તું આ પાણી ગંદુ કરે છે. ગંદુ પાણી પીવાથી બધાં બિમાર પડે.’

પણ બલ્લુ બગલો કલ્લુ કાચબાની વાત માનતો નહિ. તે કહેતો,’ હું તો વર્ષોથી આમ જ કરું છું. હું તો કોઈ દિવસ બિમાર પડતો જ નથી. તું મને આમ ખોટો ઉપદેશ ન આપ.’ આમ કહી બલ્લુ એ ક્લ્લુંની વાત ટાળી દીધી.

હવે એક વખત બલ્લુ બગલાએ તળાવને કિનારે પોતાનો ખોરાક સંતાડી દીધો. વધારે દિવસો પસાર થવાથી બલ્લુ બગલાનો આ ખોરાક સડીને બગડી ગયો. અને તેના લીધે તળાવનું પાણી પણ ગંદુ થવા લાગ્યું. પણ બલ્લુ એ આ વાતની જાણ કોઈને કરી નહિ. પોતાના મિત્ર કલ્લુ કાચબાને પણ નહિ. પછી તો જે જે લોકોએ તળાવનું આ ગંદુ પાણી પીધું તે બધા બિમાર થવા લાગ્યા. તળાવની માછલીઓ એ તપાસ કરી તો ખબર પડી કે ગંદકીની શરૂઆત બલ્લુ બગલાના ઘરેથી થઈ છે.

તળાવની બધી માછલીઓ ભેગી થઈને તળાવના મુખી મગરભાઈ પાસે ગઈ. અને બધી વાત કરી. આ બધી વાત સંભાળીને મગર મુખી તો ગુસ્સે થઈ ગયો. એતો તરત બધાને લઈને પહોચ્યો બલ્લુ બગલાને ઘરે. ત્યાં જઈને જોયું તો બલ્લુ બગલો પોતે જ ખૂબ જ બિમાર થઈ ગયો હતો. આ જોઈને કલ્લુ કાચબાએ તરત જ ડોક્ટર દેદાકાભાઈને બોલાવ્યા. અને બલ્લુ બગલાની સારવાર ચાલુ કરાવી.

થોડા દિવસ પછી જયારે બલ્લુ બગલો બરાબર સાજો થઈ ગયો. પછી મગર મુખીએ તેને બોલાવ્યો અને સમજાવ્યો, ‘જોયું બલ્લુ તને કલ્લુ એ સમજાવ્યો કે તું ગંદકી ના કર, પણ તે કોઈની વાત માણી જ નહિ. અને આજે ગંદકી કરવાનું પરિણામ તારે જ ભોગવવાનું આવ્યું.’

બલ્લુ બગલો શરમાઈને બોલ્યો, ‘મગરભાઈ તમારી વાત એકદમ સાચી છે. મે આજ સુધી સ્વચ્છતાનું મહત્વ ન સમજ્યું. પણ આજે જયારે હું પોતે બિમાર પડી ગયો, ત્યારે મને સ્વચ્છતાનું મહત્વ સમજાયું.’

બલ્લુ બગલાએ બધાને વચન આપ્યું કે તે આજ પછી ક્યારેય તળાવમાં ગંદકી નહિ કરે.


Rate this content
Log in

More gujarati story from NEET MALI

Similar gujarati story from Children