Jitesh Mehta

Comedy

4.0  

Jitesh Mehta

Comedy

બેગમની કોઠી

બેગમની કોઠી

3 mins
11.7K


પ્રસંગોપાત મારે મારા એક મિત્ર સાથે કંકોત્રી દેવા જવાનું થયું. અને એ જગ્યા એટલે, અરે ભાઈ વાત જ જવા દો તમ-તારે. શું કોઠી જોઈ સે મેં. શું કોઠી જોઈ સે મેં. ઓ હો હો હો! જોઈને જ મને ગભરામણ વળી ગઈ,

આવડી મોટી કોઠી, સપનામાં સુતા સુતા પણ કોઈ દી જે નતી દીઠી, એ આજે આંખ સામે હતી, આયખુંયે ઘડીક થાકી ગઈ. ભગવાને ઈમને દેવામાં કાંઇ લોચો માર્યો લાગે છે તી છત, છપ્પર ને આકાશ ત્રણેય ફાડી નાયખાં હોય હોં જાણે.

એક વાર તો આખી જોવાણી જ નહીં બોલો. આખી જોવા માટે તો મારે પરિક્રમા કરવી પયડી, એમાં અડધે રસ્તે તો એવું લાગ્યું જાણે ગિરનારની પરિક્રમા કરુ સુ. અને આયખે આયખી જોઈ લીધા પછે એના અસ્તિત્વનો જે વજન પડે ને ભાઈ, એ વજનનો વિચાર પણ એટલો ભારે હોય રુદીયાના ધબકારા ધીમા પડી જાય હોં. અને ઈના રંગની તો શું વાત કરું હું, એ કોઠીનો રંગ એટલે જાણે ઘોર અંધારા આકાશમાં એક નહીં બબ્બે ચાંદલીયા ચમકતા હોય અને અસંખ્ય તારાઓ ની હાજરી પુરાતી હોય એવો અદભૂત નજારો. વર્ણન કરતા શબ્દો ખુટી પડે એમ તો.... ! આમ, આને કહેવાય તો બેગમની કોઠી, પણ બેગમ અને કોઠીને અલગ ના કરી શકાય એવી તો ઓળખાણ વળી.

એ કોઠીવાળા બેગમની વાતજ નો થાય. બેગમ જ્યારે કોઠીની અંદરથી બોલે ત્યારે ભલભલા મ્યુઝિક સિસ્ટમના મિક્સર બેવડા વળી જાય, શબ્દોને બહાર નીકળતા પાંચ કિલોમીટર થાય અને રસ્તામાં એ શબ્દો પડઘા પાડતા પાડતા વુફરની ધ્રુજારી છોડતા જાય અને એવા નીકળે કે એમ લાગે જાણે સાક્ષાત આકાશવાણી થાય છે. અને આ બધું ચમત્કાર એવડી ઈ કોઠીના કારણે જ હતો.

ઘણી વખત જીવનમાં એવું થાય ક્યારે કોઈ વસ્તુ આપણે એવી જોઈ લઈએ, જેને જોયા પછી આપણી અંદર વિચારોનું એક એવો વલોપાત શરૂ થાય જેમ "ઝાઝી કીડી સાપને મારે", એમ જ કોઠી જોયા પછે ઝાઝા વિચારો માનસિકતાને વધુ નબળી બનાવવા લાગ્યા હતા.

પરંતુ કંકોત્રીનું આમંત્રણ આપવાનું કામ બે મિનિટનું માત્ર હતું, અમને આવકાર મળ્યો અમે બેઠાં, મારા મિત્રે કંકોત્રીનું આમંત્રણ આપ્યું, અને અમારા મહેમાન તરીકેના આદર-સત્કાર માટે પૂછાણું થયું, મારા મિત્રએ વિનય સાથે ઈનકાર આપ્યો. અને અમે પ્રસંગમાં ઉપસ્થિતિની વાત સાથે ત્યાંથી પરવાનગી માંગી અને હાથ જોડી નમસ્તેની મુદ્રામાં ખુરશી પરથી ઉભા થયા.

મહેમાનની વિદાય સમયે ઝાંપે હાથ દેવાની રશમ તો બધે હોય જ છે, અમારા ઊભા થવાની સાથે જ બેગમે જોરથી બૂમ પાડી અસલમ, સુલેમાન, રહીમ, અનવર, દીલાવર...

અને તરત જ બહારના ખંડમાંથી આ પાંચ મુશટંડા દોડીને અંદર આવ્યા, આ પાંચ મુશટંડાઓને અમારી મુલાકાતનો અણસાર તો હતો જ અને અમને ઉભા જોઇ એ સમજી ગયા કે અમે રજા લઈએ છીએ અને પાંચે પાંચ બેગમને ફરી વળ્યા.

એની માને......

(સોરી પણ મોઢામાંથી નીકળી ગયું)

અમે જોયું કે આ પાંચ મુશટંડા પણ ભેગા મળીને બેગમની કોઠીને બખ નહોતા નાંખી શકતા, એવડી જાડી ભમ હતી બેગમ બોલો. પછી અમે ઝાપે આવવાની ના પાડી અને અમે ત્યાંથી નીકળી ગયા.

(હવે અમે જે બેગમની કોઠી જોઈ છે એ કોઠી વિશે લખ્યું છે કંઇક ગેરસમજ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો)


Rate this content
Log in

More gujarati story from Jitesh Mehta

Similar gujarati story from Comedy