બે દોસ્ત
બે દોસ્ત


એક ગામ માં બે દોસ્ત રહેતા હતા.મનીષ અને રાજેશ. બંને ના પિતાજી ખેડૂત હતા. તેઓ પાસે ઘણી જમીન હતી. તે બન્ને પોતાના પુત્રને ખુબ ભણાવવા ઇચ્છતા હતા. રાજેશ ને ભણવું ખૂબ ગમતું. પણ મનીષ આખો દિવસ શાળા માં માંડ થોડું ભણી આવતો બાકીનો સમય રખડુ લોકો જોડે રમતો રહેતો. રાજેશ ખૂબ મહેનત કરતો અને મનીષ ભણવામાં પાછો પડતો જતો હોવાથી શાળાએ જતા શરમાતો હતો. ધીમે ધીમે ભણવાથી દૂર જાવા મંડ્યો, સાથે રાજેશથી પણ. કારણ તેની સલાહો તેને ગમતી ન હતી.
એકવાર મનીષ ના પિતાની તબિયત ખરાબ થઈ. ખર્ચો વધતા જમીન વેચાવા માંડી. રાજેશ કાયમ ની જેમ ફરી સમઝાવવા આવ્યો કે એક વાર દસમાની પરીક્ષા આપી દે. તેના મમ્મીને પણ ખૂબ ચિંતા થતી, પણ તે નાપાસ થયો. મોટા થતા ઘરમાં એકવાર ચોરી કરી. જુગાર દારૂ ની લત તો પડેલી હતી પણ હવે સામે આવી ગઈ. એના પિતાજી ને ખૂબ દુઃખ થયું. પણ કરે શુ? નાની ચોરીઓ ચાલુ થતા પોલીસ ની બીક પણ બતાવી. રાજેશ ફરી એને સમઝાવવા લાગ્યો. જો તારે મારી દોસ્તી ખાતર પણ પગભર થવાની કોશિશ કર. માતાપિતાની સેવા કાર. ખોટા વ્યસનો,દારૂનો, જુગરનો, ચોરી આ બધા ધંધા બન્ધ કરી દે.
થોડા દિવસ પછી ફરી મનીષ ના પિતાજી બીમાર પડ્યા અને પથારી વશ થયા. અને મનીષ ને રાજેશ ના પૈસા ની જરૂર જણાઈ. એટલે ફોન કર્યો. રાજેશ અંગ્રજી માં કાઈ બોલી ગયો. જે તેની સમજ બહાર હતું. એને ફરી કેહવા કહ્યું તો રાજેશ ને તરત સમઝાયું અને કહી દીધું કે જો આજે તું ભણ્યો હોય તો મને બીજી વાર બોલવા ન કીધું હોત પરંતુ તે પણ અંગ્રેજી માં જ જવાબ આપ્યો હોત.
કોઈએ આપેલી સમઝન પહેલા લેવી જોઈએ નહીંતર પાછળ થી પસ્તાવો થાય.