બાળપરી
બાળપરી
આજે બાળપરી ખુબજ ઉદાસ હતી. તેણે આમ ઉદાસ જોઈને તેની મ્મીએ પૂછ્યું, ‘કેમ બેટા બહુ ઉદાસ છે ?’
મમ્મીની વાત સાંભળી બાળપરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેણે રડતા રડતા કહ્યું, ‘મારે બાળકો સાથે રમવું છે. વેકેશન પડી ગયું છે, છતાં ધરતી પરના કોઈ બાળકો મને રમવા બોલાવતા નથી. એટલે હું ખુબ જ દુખી છુ. મારે પણ બાળકો સાથે રમવા જવું છે.’
‘જો બાળપરી હું તારી ઉદાસીનું કરણ સમજી ગઈ. પણ ધરતી પરના બાળકો આજકાલ મોબાઈલમાં જ ખુબ રચ્યા પચ્યા રહે છે. એટલે બહારની રમતો રમતા જ નથી. ઘરમાં જ પુરાઈ રહે છે. બીજું કે આજે ધરતી પર અંગ્રેજી ભાષાનું ચલણ વધી ગયું છે. બાળકો અંગ્રેજીમાં જ ભણે છે. એટલે બાળકોને સપના પણ અંગ્રેજીમાં જ આવે છે. અને વળી હવે આ બાળકોના માતા-પિતા તેમના દાદા-દાદીને પણ સાથે નથી રાખતા. એટલે એમનેઅજબ ગજબની અને આપણી પરીઓની વાર્તાઓ પણ સંભાળવા નથી મળતી. રાત્રે મોડા સુધી ટી.વી. અને ફોન જુવે છે અને પછી ઘરમાં જ સુઈ જાય છે. એટલે છત પર પણ ઊંઘતા નથી. એટલે તે લોકો ખુલ્લા આકાશની પણ મજા માણી શકતા નથી. એટલે જ આજના બાળકો આપણને ભૂલી ગયા છે બેટા.’
મમીની વાત સંભાળીને બાળપરી રડીં પડી, ’તો મમ્મી શુ હવે મને ધરતી પરના બાળકો ક્યારેય નહિ બોલાવે ?’
બાળપરીની માતા બોલી તું ચિંતા ના કર બેટા જયારે ધરતી પરના લોકોને મોબાઇલના ઉપયોગની ખરાબ અસરો, દાદા-દાદીથી બાળકોને દુર રાખવાની ખરાબ અસરો અને રાતે બંધ ઘરમાં સુવાની ખરાબ અસરોનો ખ્યાલ આવશે. એટલે એ લોકોને પોતાની ભૂલ સમજાશે. પછી એ લોકો પાછા વળશે. ત્યારે એમને આપણી યાદ જરૂર આવશે.’
બાળપરી એ પણ ભગવાનને પ્રાર્થના કરી કે ધરતી પરના લકો મોબાઈલ અને ટી.વી.ના દુષણમાંથી જલ્દી બહાર આવે અને પ્રકૃતિના તત્વો સાથે જોડાય.
