Ribadiya Jignesh

Inspirational Others

3  

Ribadiya Jignesh

Inspirational Others

અપશબ્દ

અપશબ્દ

1 min
7.3K


વાર્તામાં એટલું જ કહેવામાં આવ્યું છે કે આપણે બીજાને અપશબ્દ કહીએ ત્યારે આપણને સારું લાગતું હશે કદાચ પણ જ્યારે બીજા આપણા કોઈ પોતાના ને અપશબ્દ કહે અને તેઓની વાત આપણી પાસે આવે ત્યારે કેવું ફિલ થાય અને આપણને ત્યારે આપણા ઉપર જ ગુસ્સો આવા લાગતો હોય છે. જેવું કરો તેવું ભરો

સાંજનો સમય હતો. સૂર્ય અસ્ત થવાની ઉતાવળ કરી રહ્યો હતો. રોડની એક બાજુ મહાદેવનું મંદિર આવેલું હતું, મંદિરના પરિસરમાં ધણા બધા નાનાનાના બાળકો રમત રમતા હતા. આ બધા બાળકોમાંથી વિજય નામનો એક બહુ તોફાની અને મ્સ્તીખોર હતો. તે રોડ પર જે પણ મોટર કે કાર નીકળે તેના પર કાકરીચાળો કરતો. વિજયની આ ખરાબ આદતથી મંદિરના પુજારી પણ વાકેફ હતા. તેમણે વિજયને આવું ન કરવા ધણી વખત સમજાવ્યો છતાં જેમ પાણીથી પથ્થરના ઓગળે તેમ વિજય પોતાની ખરાબ આદત છોડવા તૈયાર ના થયો. ઘરે પણ વિજય એટલો જ તોફાન કરતો એટલે તો તેના મમ્મી-પાપા તેનાથી ક્ષણવાર પણ શાંતિ મળે તે માટે વિજયને મંદિરમાં લઇ જતા. વિજયના પાપ્પા પણ તેના તોફાન ના કરવા સમજાવતા પણ તેના પણ બધા પ્રયત્ન નાકામ રહેતા.

ધીમે ધીમે કરતો સૂર્ય સંપૂર્ણ અસ્ત થઇ ગયો, એક કરોડપતિ રોડ પર પોતાની કાર ઉભી રાખીને મંદિરમાં દર્શન કરવા ગયો. આ કરોડપતિ દરોજ માટે સાંજના સમયે મંદિરમાં મહાદેવના દર્શન કરવા આવતો હતો. પણ તે મંદિરમાં દર્શન કરવા દિલથી નહિ પણ દિમાગથી આવતો. તે એમ માનીને મંદિરમાં દર્શન કરવા ના આવતો કે ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે એટલે આપણે તેનો આભાર માનવો જોઈએ, પણ તે એમ માનીને ભગવાનના દર્શન કરવા આવતો કે ભગવાને મને મોટોર આપી છે, બગલો આપ્યો છે, ગાડી આપી છે,પૈસા આપ્યા છે બધું જ આપ્યું છે તો ખાલી દર્શન કરવામાં શું આપણું જાય છે. કરોડપતિનું દરરોજ મંદિરમાં દર્શન કરવા આવાનું કારણ એ હતું કે હું દરોજ મંદિરે દર્શન કરવા આવીશ તો ભગવાન મને કયારેય દુખ નહી આપે. જીવનપર્યંત મને સુખ જ સુખ આપશે,

મંદિરમાં જયારે પેલો કરોડપતિ દર્શન કરતો હતો તેવા સમયે એક વૃદ્ધ ડોશીમાં પણ દર્શન કરી રહ્યા હતા. સાંજ થઇ ગઈ હોવાથી આજુબાજુ અંધકાર પથરાય ગયો હતો. અંધકાર થઇ ગયો હોવાથી પેલા વૃદ્ધ ડોશીમાં ભગવાનના દર્શન ઝડપથી કરીને જ્યાં વિજય અને બીજા બાળકો રમી રહ્યા હતા ત્યાં આવ્યા. ડોશીમાએ વિજયનો હાથ પકડીને કહ્યું : 'બેટા મને આંખમાં પૂરું દેખાતું નથી એટલે મહેરબાની કરીને તું મને જરીક રોડની સામેની બાજુ મૂકી જા તો તારો ખુબ જ આભાર થશે. મને એકલા જતા ડર લાગે છે. વળી અત્યારે રોડ પર ટ્રાફિક પણ બહુ છે તો હું સમયસર મારા ઘરે પણ નહિ પહોસી શકું. આથી તું મારી થોડીક મદદ કરીશ તો ભગવાન તારું ભલું કરશે.' વિજયને જોકે ભગવાન ઉપર બહુ વિશ્વાસ નહોતો તેનું કારણ એ હતું કે ભગવાનને જેને દુખી કરવાના હોય છે તેને તેવો સુખી કરે છે અને સુખી કરવાના હોય તેને તેવો જિંદગીભર દુખી જ કરે છે. પણ આતો વૃદ્ધ ડોશીમાં હતા એટલે વિજય તેની મદદ કરવા તૈયાર થયો.

વિજય પેલા ડોશીમાનો હાથ પકડીને તેને રોડની સામેની બાજુ લઇ જવા લાગ્યો. સાંજનો સમય હોવાથી રસ્તા પર ટ્રાફિક પણ બહુ હતી. આવા સમયે પેલો કરોડપતિ પણ ભગવાનના દર્શન કરીને મંદિર બહાર નીકળી ગયો હતો. કરોડપતિએ પણ આખો દિવસ કામ કર્યું હોવાથી ખુબ જ ભૂખ લાગી હોય તેમ તેમણે ઝડપથી ગાડીમાં બેસીને ચલાવવાનો પ્રયત્ન કર્યો. પણ વચ્ચે રસ્તામાં તેને પેલો વિજય અને ડોશીમાં ઉભા હતા. ટ્રાફિકને લીધે તેવો વચ્ચે ઉભા હોવાથી કરોડપતિને જવામાં તકલીફ પડી રહી હતી. કરોડપતિએ રસ્તામાં ડોશીમાને અને વિજયને દુર થવાનું કહેવા ધણા હોર્ન માર્યા પણ રસ્તામાં ધણા બધા વાહનોની અવરજવર થઇ રહી હોવાથી વિજય અને ડોશીમાં હોર્નનો અવાજ ના સાંભળ્યો હોય તેમ ત્યાં જ વચ્ચે ઉભો રહ્યા. ધણા બધા હોર્ન માર્યા છતાં વિજય અને ડોશીમાં રસ્તાની વચ્ચેથી આગળ ચાલ્યા નહી આથી કરોડપતિને ગુસ્સો આવી ગયો. તેનાથી રહેવાયું ન જતું હોય તેમ તે પોતાની કાર ધીમે ધીમે ચલાવા લાગ્યો. ચલાવાને લીધે પેલો કરોડપતિ જ્યાં પેલા વિજય અને ડોશીમાં ઉભા હતા ત્યાં કારમાંથી બારીમાંથી ડોકું બહાર કાઢીને વિજય સામે જોઇને તેને માં-બાપ વિષે કેટલાય અપશબ્દો કહેવા લાગ્યો. વિજયના કાન સતેજ હોવાથી તેને બધું સંભળાયું પણ તેની સાથે રહેલા ડોશીમાં કાન તેની જેમ વૃદ્ધ થઇ ગયા હોય તેમ કઈ સાંભળ્યું નહી. વિજયને પેલા કરોડપતિ ઉપર માં-બાપ વિષે અપશબ્દો કહ્યા હોવાથી બહુ ક્રોધ ચડ્યો હતો પણ તેની સાથે પેલા ડોશીમાં હતા એટલે તે કઈ કરી શક્યો નહી.

કરોડપતિ તો વિજયને અપશબ્દો આપીને ક્યારનો પોતાની કાર લઈને રસ્તા પર દોડાવવા લાગ્યો હતો. ડોશીમાંને ઘરે જવામાં વધુ મોડું થશે એમ માની વિજયે મહા-મહેનતે ડોશીમાને ટ્રાફિકમાં રોડ ક્રોસ કરાવ્યો અને સહી-સલામત તેને રોડની બીજી બાજુ પહોચાડી દીધા. ડોશીમાએ વિજયે પોતાને મદદ કરી હોવાથી તેનો આભાર અને આશીર્વાદ આપી ઘર તરફ ચાલવા લાગ્યા. વિજયને કરોડપતિ પર ગુસ્સો બહુ હતો પણ તે ત્યારે એકલો નહોતો, જો તે એકલો હોત તો જરૂર કરોડપતિની કારને કાકરીચાળો કરીને, બારીના કાચને તોડ્યા હોત અને પોતાનો બદલો લીધો હોત. સાંજ પણ થઇ હોવાથી વિજય પણ તોફાન કરવા અને પોતાના મમ્મી-પાપને હેરાન કરવા પોતાના ઘરે જતો રહ્યો હતો. પેલો કરોડપતિ પણ ઝડપથી ગાડી ચલાવવાને લીધે પોતાની ઘરે પહોચી ગયો હતો. જમવાનું તૈયાર હોવાથી તે હાથ-પગ ધોઈને જોરથી ભૂખ લાગી હોવાથી તે ડાયનીંગ ટેબલ પર પોતાની પત્ની અને બાળકી જે પાંચમાંમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી તેની સાથે જમવા બેસી ગયો.

જમતા જમતા ત્રણેય વ્યક્તિ વાતો કરવા લાગ્યા. દરોજની આદત પ્રમાણે આજે પણ કરોડપતિએ પોતાની નાની એવી બાળકીને પૂછ્યું : 'બેટા તે આજે શાળામાં શેનો અભ્યાસ કર્યો અને તે શાળામાં શું કર્યું.' પાપાએ પૂછ્યું હોવાથી તેની બાળકી નિર્દોષ સ્વરે જવાબ આપવા લાગી : “પાપા,આજે શનિવાર હોવાથી અમને શાળામાં યોગ-કસરત અને ધ્યાન અને રમતો રમાડી હતી.“

'હમમ,બીજું કઈ તમને નવો અભ્યાસ કરાવ્યો બેટા ?“ કરોડપતિએ ફરી પ્રશ્ન કર્યો “ના પાપા ના,પણ જયારે અમે રમત રમતા ત્યારે મારાથી અજાણતા બીજા પેલા મારા વર્ગના વિજય નામના તોફાની છોકરાને લાગી જતા તે મને તમારા વિષે અને મારી મમ્મી વિષે જેમ ફાવે તેમ અપશબ્દો કહેવા લાગ્યો“

“હે,એટલું બોલીને પેલો કરોડપતિ વિજયને કહેલા અપશબ્દો યાદ કરવા લાગ્યો. તેને બહુ ભૂખ લાગી હતી છતાં તે પૂરું જમ્યો પણ નહોતો છતાં તે ડાયનીંગ ટેબલ પરથી ઉભો થઇ ગયો. અને હાથ ધોઈને પોતાની દીકરી સામે જ જોવા લાગ્યો.


Rate this content
Log in

More gujarati story from Ribadiya Jignesh

Similar gujarati story from Inspirational