Maheshbhai Desai

Comedy

4.5  

Maheshbhai Desai

Comedy

અંધશ્રદ્ધાનો ડર - ભાગ ૧

અંધશ્રદ્ધાનો ડર - ભાગ ૧

2 mins
415


ચાંદો ઊગ્યો ચોકમાં, આભમાં ચમક્યા તારલા. વાયુ શીતળ વાય એવા આસોના દા'ડા....

રાતના સમયનો હું ખૂબ કાયર. મારા ભાઈબંધ બધા સાથે ચાલતા હતા. છતાંય હૃદય તો એંસી નેવું ની સ્પીડમાં ધબકે !

કૂતરાં સતત ભસ્યા કરે પણ મનમાં ડર ભૂતનો ! ચીબરી ખિજડે લવારા નાખ્યા કરે. બાપરે મનમાં તો જેમ તેમ થાય !

સાલું ફસાઈ ગયા હોય એવું લાગ્યા કરે.

ભૂલ કરી ઘરેથી રાતે ન્હોતું નીકળવાનું. મનમાં અફસોસ !

થોડા ચાલ્યા ત્યાં તો એક ભાઈબંધ ભૂત અને વળગાડની વાત કરવા માંડ્યો. પાછો કે'તો જાય કોઈ બીતા નઈ હો ?

મારે મનમાં તો એમ થાય કે ભાઈ બંધ કર આવી વાતું... પણ પાછું મને મનમાં એમ થાય કે મારી આબરૂ જાય. વળી, બધા મને ડરપોક ગણે એટલે ભાઈ મજબૂત બની હોંકારો કરે !

એમ કરતાં કરતાં અમે વિનોદની વહુને વળગાડ વળગેલો એટલે વિનાના ઘેર પહોંચ્યા.

ઘરમાં જોવો તો કેટલુંય માણસ બેઠેલું. વચોવચ ભૂવાનો પાટ, બીજી બાજુ ડાકલાં લઈ પાવલિયો બેઠેલો ને બીજા ઘણા અલફાઉ માણસો પાછી અગરબત્તી તો ઓળઘોળ ધુમાડા કાઢે. એથી ય વધુ બીડી સિગારેટનાં ગોટા ઊડે. ડાકલાં ધમધમે.....

એ માતા માતા......

વગાળ પાવલિયા....

વચોવચ પાટ માથે એક બાઈ, છૂટા વાળ રાખી માથું ધુણાવે.... ભૂવો મારો બેટો મનમાં આવે ત્યારે બ્રેક પાડે, ચા મંગાવે, નાસ્તો માગે....

મારું હાહરું મનમાં ને મનમાં થાય કે ભૂત પેલી બાઈ ને વળગ્યું છે કે ભૂવાને ?

અને વચ્ચે એક હાકલો પેલી બાઈ એ પાડ્યો... રાડ ભેગુ તો મારા ભાઈ આપણી પેન્ટમાં રેલો....

ધીમે રહી ને ઘરની બાર નીકળવાની હિંમત કરી પણ ભાઈ ઘર બહાર તો ભેંકાર અંધકાર..... ! !

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Comedy