અદ્દભૂત ઘટના
અદ્દભૂત ઘટના


એકવાર બરફના શિખરો પાર આવેલું ગામ હતું, જેનું નામ રામનપુર, એની આ વાત છે, ત્યાં એક ટપાલી રહેતો હતો. તે ખૂબ ગરીબ હતો. રહેવા પૂરતું નાનું ઝૂંપડું અને પેહરવાને બે કપડાં. ચમ્પલ પણ ફાટેલા . એટલા ય પૈસા નહીં કે બચાવી શકે. એકવાર ટપાલ ઘણી વધારે જથ્થા માં આવેલી. કામ કરતા મોડું થયેલું. ઉપરથી ચપ્પલ પણ તૂટી ગઈ.
તોફાન ચાલુ થવાનું જ હતું. બરફ વર્ષાય થઈ શકવાની સંભાવના હતી.
તે સઘળી ટપાલ આટોપી એક કોથળામાં ભરી. અને લોકોને ત્યાં ફટાફટ આપવા માંડી. વિદેશની ટપાલ જેને આપવાની હોય એની પાસે સહી પણ કરાવવાની. એટલે મોડું થતું જતું હતું. પગપાળા જવાથી પગમાં ઠોકરો ય વાગતી જતી હતી. પગમાંથી લોહી નીકળવા માંડ્યું.
એક દરવાજે ઘણી વાર ઉભા રહી બુમો પડવા છતાં ય દરવાજો ન ખુલ્યો. થોડી વાર થઈ ત્યાં ટપાલી ધુઅપૂવા થઈ ગયો. અને બોલ્યો જલ્દી કરો ટપાલ લેવી હોય તો નહીં તો ચાલ્યો જાઉં. મારા પગે સહન નથી થતું. બરફ નું તોફાન પણ આવવાનું છે. કેટલી વાર એક બારણું ખોલતા. અને અંદર થઈ જવાબ મળે છે. અરે બસ બે મિનિટ. આવી જ ગઈ આ લો ખોલ્યું બારણું. એમ કહેતી એક લંગડી છોકરી આવી ઉભી રહી. અને એ પણ હસતા ચહેરે. એનો હસતો ચેહરો જોઈ ટપાલી અવાક રહી ગયો. અને બોલ્યો માફ કરજે દીકરી. પણ તારા દુઃખ આગળ તો મારુ દુઃખ કઈ જ નથી.