KAJAL HUDIYA

Children Inspirational Tragedy

3  

KAJAL HUDIYA

Children Inspirational Tragedy

અદ્ભૂત ઘટના

અદ્ભૂત ઘટના

1 min
491


એક ગામ હતું. તેમ એક કુંભાર રહેતો હતો. તે બીમાર પડવાથી ગુજરી ગયો. તેને એક દીકરો અને એક દીકરી હતી. ભાઈ બહેનમાં બહુ સંપ. બંનેને એક બીજા વગર ન ચાલે. પતિના આઘાતમાં તેઓની મા પણ એક મહિનામાં જ ગુજરી જાય છે. ભાઈ બહેન જેમ તેમ મોટા થાય છે. બહેનને પરણાવવાની જવાબદારી ભાઈને માથે આવે છે. તે કરિયાવર લેવા દરિયા પર ગામમાં જાય છે.

આ બાજુ બહેન મહિનાઓ સુધી રાહ જુએ છે. તેનો ભાઈ પૈસા કમાઈને કેટ કેટલા ઘરેણાં લે છે. બહેનને કોઈ સંભળાવી ન જાય તેનું એ ધ્યાન રાખે છે. જરીકે ઓછું ન આવે. અને એક પોટલ માં બાંધી દે છે. દરિયામાં એક વાર તોફાન આવે છે. સ્ટીમરો આખીને આખી સમુદ્ર ગુમ કરી દે તેવા મોજા ઉછળે છે. અને તેને લાગે છે કે હવે એના બચવાના કોઈ એંધાણ નથી ત્યારે એક ચિઠ્ઠી લખી એક નાવિકને પોટલી આપી દે છે.

એ લોકો ની નાવ ક્યાંય પત્તો ખાધે પણ જડતી નથી. પણ એણે આપેલી પોટલી એની વ્હાલી બહેન પાસે જરૂર પહોંચી જાય છે.

અને બહેન રડતા રડતા કહે છે. ઘરેણાં તો પૈસાથી બીજા મળી જાત. પણ ભાઈ પાછો કેવી રીતે આવશે ? એમ કહી એ પણ દરિયામાં કુદી પડી. અને મૃત્યુ પામી.


Rate this content
Log in

More gujarati story from KAJAL HUDIYA

Similar gujarati story from Children