Toofan Patel

Inspirational Others

2  

Toofan Patel

Inspirational Others

અભિમાન

અભિમાન

2 mins
7.5K


એક શેઠજીએ બહુ મોટી હવેલી બનાવી. એવી હવેલી જેમાં કોઈ વાતની કમી નહી. હવેલીની અંદર બધી ચીજ મળી જાય. કંઈપણ લેવા બહાર જવું ના પડે. હવેલી બન્યા પછી શેઠજીએ કહ્યું કે જે કોઈ આ હવેલીમાં મને કમી બતાવે એને આ હવેલી આપી દઉં.

એ નગરના લોકો અને આજુબાજુના લોકો એ હવેલીની કમી કાઢવા માટે આવવા લાગ્યા કારણ કે લાલચ બહુ ખરાબ લત છે. લાલચ તો ૠષિઓના તપ પણ ભંગ કરાવી શકે છે. લોકો આવવા લાગ્યા. હવેલીને જીણી જીણી નજરથી જોતા પણ કોઈ કમી નજર નહોતી આવતી. કારણ કે દુનિયાની હરેક ચીજ એમાં હાજર હતી. લોકો આવે છે જાય છે એમ કરતાં એક વર્ષ વિતી ગયું પણ કોઈ એવો માણસ ના મળ્યો જે હવેલીમાં કમી બતાવી શકે.

એક વખત એ ગામમાં એક સાધુ આવ્યા. કપડાં ફાટેલ હતા પણ મુખ પર અવિરત તેજ ઝબાકા મારતું હતું. કોઈએ સાધુને હવેલી વિશે વાત કરી. સાધુને હવેલી જોઈતી નહોતી પણ એમને શેઠના અભિમાનને ઉતારવું હતું. તેઓ હવેલીએ પહોંચ્યા શેઠજીએ બધી વાત કરી એટલે સાધુ બોલ્યા "શેઠજી તમારી હવેલીમાં એક કમી છે." શેઠજી વિચારમાં પડી ગયા કે હવેલીમાં આજ દિવસ સુધી કોઈ કમી નીકાળી નથી શક્યો અને આ સાધુને કમી દેખાય છે. શેઠ બોલ્યા "મહારાજ શું કમી છે મારી હવેલીમાં"

સાધુ બોલ્યા "તારી હવેલીમાં સ્મશાન નથી. તારી હેવેલીમાં કોઈ ચીજ ખુટતી નથી બધું મળી જાય છે પણ તું મરશે ત્યારે તને બાળવા માટે બહાર જવું પડશે"

મિત્રો એટલે જ ક્યારેય આપણી જાત પર ગર્વ ના કરવો જોઈએ. આપણે રોજ બીજાની ભુલ નીકાળીએ છીએ પણ કોઈને કોઈ કમી આપણામાં પણ હોય છે. સૌને સમાન ગણવા. કોઈ પૈસાથી મોટો થતો નથી કે નાનો પણ થતો નથી. માણસ સ્વભાવ અને માનતવતાથી નાનો મોટો ગણાય છે....

"સાનમાં સમજે તો સુખની હેલી,

 ના સમજે એને રોજ હોળી"

"વિતી ગયેલી કાલ ક્યારેય પાછી આવતી નથી,

ચાલો એટલે આપણી આજને મોજથી માણીએ"


Rate this content
Log in

More gujarati story from Toofan Patel

Similar gujarati story from Inspirational