આયુષ્માન ભવ:
આયુષ્માન ભવ:
આ એક વાર્તા એન્ડ્રી અને સ્ટેલા વરિષ્ઠ દંપતીની છે જે ફ્રાન્સમાં સ્થાયી હતા. તે પૈસે ટકે સમૃદ્ધ હતા. બન્નેમાં ખુબ પ્રેમ હતો.
થોડા વર્ષો પછી એમની સુવર્ણ વર્ષગાંઠ આવી. એન્ડ્રી અને સ્ટેલાને એકબીજા સાથે વિતાવેલા યાદગાર ક્ષણો વાગોળવા લાગ્યા અને યાદ આવી ગયું એક મેકના સાથનો. પચાસ વર્ષ કેવી રીતે વીતી ગયા ખબર જ ન પડી. જ્યારે સુવર્ણ વર્ષગાંઠની ઉજવણી સાથે મનાવી ત્યારે અહેસાસ થયો એમને પચાસ વર્ષ વીતી ગયા ? લાગે છે જાણે આજની જ વાત ? પચાસ વર્ષ એટલાં સુખરૂપ રીતે વિતાવ્યા એનો હરખ આજે થયો.
થોડા મહિના પછી અચાનક સ્ટેલાનું મૃત્યુ થઈ ગયું અને માહોલ ઉદાસીનતાનો છવાઈ ગયો. એમના બન્નેનો સાથ એટલો જ લખાયો હશે. ધીમે ધીમે એન્ડ્રીએ વાસ્તવિકતાને સ્વીકારી લીધી હતી. પછી એમના મિત્રો સાથે સમય પસાર કરવા લાગ્યો.
થોડા મહિના પછી એન્ડ્રીને શ્વાસની તકલીફ થઈ અને એના મિત્રો એને હોસ્પિટલ લઈ ગયા હતા. જયારે ડૉક્ટરે ઈલાજના છ હજાર પાંચસો યુરો કીધા તો એન્ડ્રી રડવા લાગ્યો હતો તો ડૉક્ટરે કહ્યું તમે રડો છો કેમ ? એનજીઓ છે તમારો ઈલાજ ત્યાંથી થઈ જશે.એન્ડ્રીએ કીધું હતું કે પૈસા તો ઘણા છે એનો વાંધો નથી. ભગવાનને આટલા વર્ષાેથી મને શ્વાસ આપ્યો છે એનું મેં ભગવાનનો દિલથી આભાર નથી માન્યો એનો મને અફસોસ છે. ડૉક્ટર એન્ડ્રીની વાત સાંભળીને ભાવુક થઈ ગયા હતા. એન્ડ્રીએ કહ્યું હતું આજે હું ભગવાનનો દિલથી આભાર માનું છું મને આટલા વર્ષ શ્વાસ અને જીવન મફતમાં આપવા માટે.
