આપણો સાચો મિત્ર
આપણો સાચો મિત્ર
એક રતનપુર નામનું ગામ હતું. તેમા બે દોસ્ત રહે અમોલ અને અશોક. બંને નાં ખેતર બાજુ બાજુ મા જ હતાં. એકવાર ઉનાળા મા એક કિનારે એક આંબો ઉગ્યો. તાપ એટલો કે છાયાં વગર ન રહેવાય. ત્યાં જ બંને મિત્રો નજર એ આંબા પર પડી. એન સંકલ્પ કર્યો કે આને કેરીઓ તો લાવીશું. અને રોજ પાણી નાખવા માંડ્યા.
એક વાર ઉનાળામા તેઓ ભાથું ખાવા બેઠાં ત્યારે ઝાડ નાં છાંયે બેઠાં. ત્યારે સમજ આવી કે બીજા વૃક્ષ ને ઉછેરવામાં કઈ વાંધો નાં આવવો જોઈએ. આંબો કેરી આપશે તો લીમડા જવા ઝાડ છાયો તો આપશે. આવિચાર આવતા નક્કી કર્યું કે અત્યારથી જ મહેનત કરવાનું શરુ કરી દઉં. તો જ સફળ થવાશે. આજથી વૃક્ષો વધારીશું, વૃક્ષનું જતન કરીશું. અને પર્યાવરણ પ્રેમી બનીશું, વૃક્ષ વાવો વરસાદ લાવો.
ચોમાસું આવતા ખેતરની ચારેકોર વૃક્ષો વાવ્યાં. ફૂલો આપતા, ફળ આપતા, છાયો આપતા. અને બંને મિત્રો જાગૃતતા લાવવા વિચારે છે. એથી એક નાટક બનાવે છે. એન બધાં જ નાંનાં ગામડાઓમાં જઈને શાળાઓમાં ભજવે છે. વૃક્ષ એવો મિત્ર છે કે જન્મ થી મરણ સુધી સાથ આપે છે. તેમનું સરક્ષણ અંગે પગલા લેવા જરૂરી છે. આપનું જીવન તેમની જોડે જ જોડાયેલું છે. તેથી આજે જ જાગો. વૃક્ષો વાવો અને બીજાને પણ સંદેશો આપો.