STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

4  

Thakkar Hemakshi

Inspirational

આંતરિક જાગૃતતા

આંતરિક જાગૃતતા

2 mins
417

આ એક દંપતીની વાર્તા છે. આદિત્ય અને અશ્વિની મુંબઈમાં રહેતા હતા, બન્ને એકજ કંપનીમાં કામ કરતા. તેઓ ફરવાના શોખીન હતા. તેમને અલગ અલગ જગ્યાએ ફરવાનું પસંદ હતું.

 તેમના બાળકો સંધ્યા અને સુશીલ લંડનમાં સ્થાયી થયા હતા. 

તેમને વિદેશમાં ફરવાની ઈચ્છા હતી; પણ ક્યારેય તેઓએ વિદેશની મુસાફરી કરી ન હતી. એકવાર તેમણે કેનેડા જવાનું નક્કી કર્યું.તેથી તેઓએ કેનેડાની મુસાફરી માટે નજીકના મિત્રોનો સંપર્ક કર્યો.

તેમણે થોડા દિવસો સુધી મિત્રોની સલાહની રાહ જોઈ, પરંતુ તેને કેનેડા મુસાફરી માટે ટ્રાવેલ કંપનીના મિત્ર તરફથી કોઈ સૂચન મળી ન હતી. તેથી તેમણે ફરીથી તેના મિત્રનો સંપર્ક કર્યો. તેણે કહ્યું કે હું યોગ્ય રીતે પૂછપરછ કરીશ અને શક્ય તેટલી વહેલી તકે તમને જણાવીશ.

બીજા દિવસે તેમને  કોઈ અજાણી કંપનીના પ્રતિનિધિનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે તેમને ૫૦ ટકાના વળતર પર કેનેડા લઈ જશે અને તેમના વોલેટમાં ૧૫ ટકાનું વળતર પણ મળશે, જ્યારે સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવશે અને તમામ દસ્તાવેજો પ્રાપ્ત થશે. તેમણે એમ પણ કહ્યું કે આ યોજના માત્ર ૮ દિવસ માટે માન્ય છે.

તેમણે એમ પણ કહ્યું કે મુસાફરી માટેની તમામ ઔપચારિકતાઓ અમારી કંપની દ્વારા કરવામાં આવશે. માત્ર પ્રવાસની રકમમાં ભાડું, જોવા અને સ્તુત્ય શિરામણ અને રાત્રિભોજનનો સમાવેશ થાય છે..

આ પ્રવાસ ૫ દિવસ અને ૪ રાત્રિનો છે. સંપૂર્ણ રકમ ૨ દિવસમાં ચૂકવવી જોઈએ કારણ કે મુસાફરી પહેલા તમામ ધૂઘવટો કરવાની જરૂર છે. તેઓએ કહ્યું કે ઠીક છે જલ્દી તમને જણાવીશું.

બીજે દિવસે જ્યારે તેઓ કામ માટે ઓફિસે ગયા, ત્યારે તેઓએ તેમના સંચાલકને વેકેશન માટે ૧૦ દિવસની રજા માટે અરજી કરી.ભારે  કામનો સમય હોવાથી સંચાલકે પહેલા તેમની રજા મંજૂર કરી નહીં. તેઓએ સંચાલકને જણાવ્યું કે વેકેશનમાંથી આવ્યા પછી તેઓ લાંબા સમય સુધી કામ કરવા માટે તૈયાર છે.

એમની વાત સાંભળ્યા પછી સંચાલકે એમની રજા મંજૂર કરી. 

આખી રાત વિચાર કર્યા પછી, કંપની વિશે પૂછપરછ કર્યા વિના તેઓએ પ્રવાસ માટે પૈસા ચૂકવવાનું અને વેકેશન માટે કેનેડા જવાનું નક્કી કર્યું.

યોગાનુયોગ એક મિત્ર મહેશ વહેલી સવારે તેમના ઘરે આવ્યો અને તેને માન્ય ટૂર કંપનીની વિગતો બતાવી. તે સમયે, તેને કહ્યું કે કંપનીના પ્રતિનિધિએ ફોન કરીને તેને કેનેડાની મુલાકાત માટે પ્રસ્તાવ આપ્યો હતો. મહેશે આદિત્યને પ્રવાસ સંબંધિત વિગતો બતાવવા કહ્યું. તે બતાવવામાં અસમર્થ હતા કારણ કે તેની પાસે કંપનીના નામ અને ફોનની વિગત સિવાય અન્ય કોઈ વિગતો નહતી.

તેના મિત્રએ તેને કંપનીનું નામ પૂછ્યું અને તેને રાહ જોવાનું કહ્યું. હું હમણાં જ મારા મિત્ર સાથે પૂછપરછ કરી. તેને કહ્યું કે તેના જવાબની રાહ જોવી પડશે અને પછી કેનેડા પ્રવાસ માટે આયોજન કરજો.

ફોન પર પૂછપરછ કર્યા બાદ મહેશને એના મિત્ર પાસેથી જાણવા મળ્યું  કે તે કંપની છેતરપિંડી કરનાર છે અને આવી કોઈ યોજના અને કંપની નથી કે જે કેનેડા વેકેશન માટે ખાસ વળતર આપે છે'

"ચેતતા નર સદા સુખી"

મહેશ પાસેથી તે કંપની વિશેનું સત્ય સાંભળ્યા પછી તે ચોંકી ગયા.

તેણે કહ્યું કે જ્યારે તે કંપનીના પ્રતિનિધિએ ખાસ વળતરનો પ્રસ્તાવ આપ્યો હતો, ત્યારે હું તેની ચીકણી ચુપડ઼ી વાતમાં આવી ગયો હતો અને મેં તે કંપની વિશે પૂછપરછ કરી ન હતી પણ ચૂકવણી કરવા તૈયાર થયો હતો. મને ખબર ન હતી કે આ કંપની છેતરપિંડી કરનાર છે.

"લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મારે."

તેણે તેના મિત્રને છેતરપિંડીથી બચાવવા બદલ આભાર માન્યો.

તેણે તેના મિત્રને વચન આપ્યું હતું કે આગલી વખતે હું ધ્યાન રાખીશ અને આવી ઈન્દ્રજાલમાં સામેલ નહીં થઈશ અને કોઈપણ ચૂકવણી કરતા પહેલા હંમેશા તમામ વિગતોની તપાસ કરીશ.

" જાગ્યા ત્યારથી સવાર".


Rate this content
Log in

Similar gujarati story from Inspirational