CHETAN MALI

Children Drama Inspirational

2.8  

CHETAN MALI

Children Drama Inspirational

આનંદી કાગડો

આનંદી કાગડો

2 mins
3.7K


એક કાગડો હતો. એકવાર આ કાગડા પર એક રાજા ગુસ્સે થયો. એટલે તેણે પોતાના સીપીઓને હુકમ કર્યો. જાઓ આ કાગડાને ગામનાં ગોદરે આવેલા કુવાના કાંઠે જે ગારો છે તેમાં ખૂપાવી દો.

રાજાજીના હુકમ પ્રમાણે કાગડાને ગારામાં નાંખી દેવામાં આવ્યા. પણ કાગડાભાઈ તો દુ:ખી થવાને બદલે આનંદથી ગાવા લાગ્યા,

‘લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ,

લપસણું કરતાં શીખીએ છીએ

રાજા અને તેમના સીપીઓને નવાઈ લાગી કે આ કાગડો ગારામાં ખુંપી ગયો છે છતાં પણ દુ:ખી થવાને બદલે આનંદમાં કેમ ગાય છે! રાજાજીને તો વધુ ગુસ્સો આવ્યો. અને તેમણે બીજો હુકમ કર્યો, “આ કાગડાને ઊંડા કુવામાં નાંખી દો એટલે એ કુવામાં ડૂબીને મરી જાય.” રાજાના હુક્મ મુજબ કાગડાભાઈને તો કુવામાં નાખવામાં આવ્યા. કાગડાભાઈ કુવામાં તરતા તરતા ગાવા લાગ્યા.

કુવામાં તરતા શીખીએ છીએ ભાઈ,

કુવામાં તરતા શીખીએ છીએ

રાજા તો હવે વધારે ગુસ્સે થયા. એ કહે, “એ કાગડાને આકરી શિક્ષા કરો. પછી તો કાગદભાઈને એક કાંટાળા મોટા જાળામાં નાખવામાં આવ્યા. તોય કાગડાભાઈ તો આનંદમાં ને આનંદમાં. એ તો કાંટામાં પડ્યા પડ્યા પણ ગાવા લાગ્યા.

કૂણા કાન વીંધીએ છીએ ભાઈ,

કૂણા કાન વીંધીએ છીએ

રાજા કહે આ કાગડો તો ભારે જબરો છે. ગમે તેવા દુઃખમાં તે દુ:ખી થતો જ નથી. ચાલો હવે એને એવી જગ્યાએ નાખીએ કે તે દુ:ખી દુ:ખી થઈ જાય. પછી કાગદભાઈને એક મોટી તેલની કોઠીમાં નાંખ્યા. તોય કાગડાભાઈ તો ખુશના ખુશ.

તેલ કાને મુકીએ છીએ ભાઈ

તેલ કાને મુકીએ છીએ

પછી રાજાજીએ કાગદભાઈને ઘીના ફૂલડાંમાં નાંખ્યા. ત્યાં પણ કાગડાભાઈ તો ખુશના ખુશ. કાગડાભાઈ તો ત્યાં પણ ગાવા લાગ્યા,

ઘીના લબકા ભરીએ છીએ ભાઈ,

ઘીના લબકા ભરીએ છીએ.

પછી રાજાજીએ કાગડાભાઈને એક ઘરના નળિયા પર ફેક્યો. કાગડો તો ત્યાં બેસીને પણ ગાવા જ લાગ્યો.

નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ,

નળિયા ચાળતા શીખીએ છીએ

છેવટે રાજા થાકી ગયા. રાજાજીને થયું, ‘આ કાગડો આનંદી જ છે. તેણે ગમે તેવા દુઃખમાં નાખીશું તો પણ તે આનંદમાં જ રહે છે. તેણે કોઈ દુ:ખની અસર થશે જ નહિ, આને ઉડાડી જ મુકો.’ અને છેવટે કાગદભાઈને આકાશમાં ઉડાડી મુકવામાં આવ્યા.

દરેક પરિસ્થિતિમાં ખુશ જ રહેવું જોઈએ.


Rate this content
Log in

More gujarati story from CHETAN MALI

Similar gujarati story from Children