STORYMIRROR

Gijubhai Badheka

Classics Comedy

2  

Gijubhai Badheka

Classics Comedy

આ તે શી માથાફોડ !-૨૮

આ તે શી માથાફોડ !-૨૮

2 mins
15.4K


ઈ વળી ઢોંગ શાં ?

બાપા કહે: "એલા લખુડા, માને છે કે નહિ ? ઈ વળી ઢોંગ શાં ? મારે તો આ થાળી જોઈએ, ને આવટાકી જોઈએ, ને આ જ પાટલો જોઈએ, ને આમ જ કરવું, ને તેમ જ કરવું ?"

લખુડો કહે: "એં...એં...એં... તાલે માલે નથી ખાવું."

બાપા કહે: "ન ખાવું હોય તો રેવા દે. ચાલ આપીશ નહિ એને કંઇ ખાવા. ઈ મારે ન જોઈએ. એક વાર ભૂખ્યો સૂવા દે એટલે એની મેળાએ પાંશરો દોર !"

બા કહે: "એમ કાંઈ છોકરાને ભૂખ્યો સુવાડાય છે ? મારો તો માનો જીવ છેને ?"

બાપા કહે: "ભાળ્યો માનો જીવ. આ એમ જ છોકરાને બગાડે છે. છોકરો એથી જ સાવ બગડી ગયો છે."

બા કહે: "બગડી તો કાંઈ નથી ગયો. છોકરું છે તે હઠે ચડે. આપણાથી કંઈ એના જેવડા થઈને ઊભાં રહેવાય છે ?"

બાપા કહે: "ત્યારે તું માથું કૂટ. હું તો મારે આ બહાર ચાલ્યો."

બા કહે: "ઈ તો મારે જ પડી હોય ના ? મા જનેતાથી ક્યાં જવાય ?"

"બાપુ લખુ રો મા. ઓલી તારી ધોળી ધોળી વાટકી જોવે છે ના ?

"માલે ઈ વાટાકી જોવે છે. ઈ આપ તો ખાઉં, નિકલ નથી ખાવું જા."

"પણ બાપા, ઈ વાટકીતો ક્યાંય જડતી નથી. જો પણે ઘોડા ઉપર નથી, પાણિયારે નથી, રસોડામાં નથી. ચાલ જોઈએ આપણે ગોતીએ."

"એં...એં... માલી ધોલી ધોલી વાટકી !"

"માળું વાટાકી હતી તો સારી ક્યાં ગઈ હશે ? ચાલ તો આપણે ડામચિયા નીચે જોઈએ ? અરે અહીં પણ નથી. ક્યાંક ખોવાઈ ગઈ લાગે છે. કોણ જાણે આપણી કામવાળી લઈ ગઈ હોય તો લખું. આપણે જકલબઈને કાલે પૂછી જોશું કે તમે વાટકી લઈ ગયાં છો ? જકલબાઈને કે'શું કે તમારે લખુભાઈને પૂછ્યા વિના વાટકી ક્યાંક ન લઈ જવી."

"તાલે અતાલે માલે દૂધ શેમાં લેવું ?"

"લે, આ પ્યાલામાં લે."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics