STORYMIRROR

Gijubhai Badheka

Children Classics

2  

Gijubhai Badheka

Children Classics

આ તે શી માથાફોડ ! ૧૨

આ તે શી માથાફોડ ! ૧૨

1 min
14.2K


બે રીતો

કેમ બા, રમીને આવી કે? આજ શેની રમત રમ્યાં ? લે જરા કામમાં મદદ કરીશ કે ? આ એક એંઠવાડ પડ્યો છે તે તું કાઢ ત્યાં હું શાક સમારું; ને પછી આ ધોયેલાં કપડાં સંકેલી નાખ એટલે આપણે ફરવા જઈએ. આજ કાંઈ 'લેસન' આપ્યું છે ? આજે વાળુ કરીને લેસન વહેલું કરી લેજે. પછી આપણે સવાર માટે દાળ વીણી કાઢશું. પહેલું લેસન કરી લે એટલે પછી નિરાંત.

આ રખડીને આવી ! કામ નહિ, કાજ નહિ ને દિ' આખો રખડ રખડ ! લ્યો હવે એંઠવાડ કાઢો. આ સવારની સંજવારી પડી છે તે કોણ કાઢશે ? આ લૂગડાં તો બધાં રખડે છે ! જરાક ભેગાં કરીને તો મેલ એક ભણતાં આવડ્યું છે, ને એક પટપટ જવાબ દેતાં આવડ્યું છે ! ઈ મારે ભણતર નથી જો'તું. ભણીને ક્યાં રોટલો રળવો છે કે ભણાવવા જવું છે ? જઈશ મા કાલથી ભણવા; ને જાવું હોય તો પહેલું કામ ને પછી ભણતર !


Rate this content
Log in

Similar gujarati story from Children