STORYMIRROR

Gijubhai Badheka

Classics Comedy

2  

Gijubhai Badheka

Classics Comedy

આ તે શી માથાફોડ ! -૧૦

આ તે શી માથાફોડ ! -૧૦

1 min
14.9K


રમુને કેમ માર્યો ?

“રમુ, કેમ રડે છે ?”

“મારી બાએ માર્યો.”

“શું કામ ?”

“કોણ જાણે; મને ખબર નથી.”

“પણ કાંઈક હશે ને ?”

“મને તો એમ ને એમ, વાંક નો'તો ને માર્યો !”

“પણ કાંઈ તો બન્યું હશે ના ? કાંઈક તોફાન ભર્યું હશે.”

“તોફાન તો કોણ જાણે, પણ બા રાંધતી હતી ને મેં જઈને કીધું 'બા, મારી ટોપી ક્યાં છે ?' બા સાણસીથી તાવડી લઈને ચૂલા ઉપર મૂકવા જતી હતી તે પડી ગઈ, તેથી ખિજાઈ ગઈ ને મને કહેઃ "રોયા આવા ને આવા કનડ્યા જ કરે છે ! આલે તાવડી ફૂટી ગઈ ! હવે રોટલા શેણે કરશું ?' એમ કહીને મને ધબ્બો માર્યો.”


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics