STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

વનરાવન મોરલી

વનરાવન મોરલી

1 min
612


વાગે છે રે વાગે છે,

વનરાવન મોરલી વાગે છે,

હે એનો શબદ ગગનમાં ગાજે છે,

વનરાવન મોરલી વાગે છે.

વનરા તે વનને મારગ જાતાં,

વા’લો દાણ દધિ ના માગે છે...

વનરા તે વનમાં રાસ રચ્યો છે,

વ્હાલો રાસમંડળમાં બિરાજે છે...

પીળાં પીતાંબર જરકસી જામા,

એને પીળો તે પટકો સાજે છે…

કાને તે કુંડળ માથે મુગટ છે,

એના મુખ પર મોરલી બિરાજે છે...

વનરા તે વનની કુંજ ગલીનમાં,

વા’લો થૈથૈ થનક થૈ નાચે છે…

બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ,

એના દર્શનથી દુખડાં ભાજે છે...


Rate this content
Log in

Similar gujarati poem from Classics